Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.આર.પી.કેમ્પ વાવ દ્વારા સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ બાબતે લોક જન જાગૃતિ રેલી યોજાઇ.

Share

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.આર.પી.કેમ્પ વાવ દ્વારા કોસમાડી તથા સીમાડી ગામમાં જન જાગૃતિ રેલી યોજાઇ હતી. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે વ્યસનથી દૂર રહે અને પાણીનો બગાડ અટકે જેવા ઉમદા મૂલ્યોની લોકોમાં જાગૃતિ આવે એવા ઉદ્દેશ સાથે કોસમાડી તથા સીમાડી ગામમાં રેલી સ્વરૂપે એનો ઉમદા પ્રયાસ કરવામાં આવેલ હતો. આ રેલીમાં SRP કેમ્પ વાવના નાયબ પોલીસ અધિક્ષક શૈલેષ આચાર્ય નાયબ પોલીસ અધિક્ષક અનિલ પટેલ પી.આઈ વસાવા સહિતના 50 થી 60 પોલીસ જવાનો ગામના ડેપ્યુટી સરપંચ ઉર્વીશ પટેલ કોસમાડી પ્રાથમિક શાળાના આચાર્ય યાસીનભાઈ મુલતાની તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના ડેપ્યુટી સરપંચ ઉર્વીશભાઈ પટેલે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે શાળાના આચાર્ય યાસીનભાઈ મુલતાની સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ પશ્ચિમ વિસ્તારના બાયપાસ ફલાય ઓવરબ્રિજને બ્યુટીફીકેશન અને નામકરણ કરવા માટે કરી માંગણી.

ProudOfGujarat

વડોદરાની એસ.એસ. જી હોસ્પિટલમાં કોવિડ સારવાર સેન્ટર ઉભુ કરવા માટે તૈયારી શરૂ કરાઇ.

ProudOfGujarat

રાજપીપળાનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા અનાજ- શાકભાજી -ફ્રુટ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!