Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : લીમડી ગામ પાસે ત્રણ ઈ-રિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત.

Share

એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથે પનોતી બેઠી હોય એમ લાગી રહ્યું છે. બે દિવસ પહેલા જ એક ઈ રીક્ષામા આગ લાગવાની ઘટનામા રીક્ષા ભસ્મિભૂત થઈ હતી. આ ઘટનાના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ વધુ એક ઘટના ત્રણ ઈ રિક્ષાને નડેલા અકસ્માતની ઘટના ઘટવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બીજે દિવસે પ્રવાસીઓને મૂકીને પરત જઈ રહેલી ત્રણ ઇલેક્ટ્રિક રિક્ષાને એક બોલેરો ગાડીના ચાલકે પુરઝડપે ચલાવી ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં ત્રણેય રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ત્રણેય રિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચતા ત્રણેને ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા એકતા નગરને સરકાર ઇકો ફ્રેંડલી જાહેર કરી ઇલેક્ટ્રિક વ્હીકલ સીટી બનાવવા જઈ રહી છે. ત્યારે અહીં માત્ર ઇલેક્ટ્રિક વાહનો દોડાવમા આવી રહ્યા છે જેમાં ગુલાબી રંગની ઈ રીક્ષાઓ જેને મહિલા ચાલક ચલાવી રહી છે. ત્યારે પ્રથમ ટ્રાયલ બેઝ માટે ૫૦ જેટલી ઈ-રીક્ષા રાખવામાં આવી હતી. જયારે ૧૦ જેટલી ઇલેક્ટ્રિક કાર લાવવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાક બેઝથી આ વાહનો ચાલતા હોય, જેમાં હજુ ટ્રાયલ બેઝમાં ગુલાબી ઓટો રીક્ષાની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

Advertisement

અકસ્માતમા રીક્ષા પલ્ટી ખાઈ જતા રીક્ષાને ભારે નુકશાન થયાના અહેવાલ છે. આ રીક્ષાઓ પ્રવાસીઓને મૂકીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી પ્રવાસીઓને પરત લેવા જતા હતા. ત્યારે લીમડી ગામ પાસે પૂર ઝડપે એક અજાણી બોલેરો ગાડીના ચાલકે ત્રણેય રીક્ષાઓને ટક્કર મારી ચાલક નાસી છૂટ્યો હતો. જોકે અંદર સવાર મહિલા ચાલકોને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતેલઇ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ જિલ્લા માટે રાહતના ખબર, કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.

ProudOfGujarat

ખેડા::-મહુધા – કઠલાલ રોડ પર ગમખ્વાર અકસ્માત.ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત.પાંચ લોકોના ઘટના સ્થળે મોત….

ProudOfGujarat

રાજપીપળામાં ભાજપી નેતાઓનાં ફોટાવાળા બેનરો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સાંજે બેનરો હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!