Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં રહેતો બિલ્ડર પરિવાર દર્શનાર્થે બહાર ગયો અને તસ્કરોએ મકાનનો નકુચો તોડી એક કરોડ ઉપરાંતની ચોરીને આપ્યો અંજામ.

Share

ભરૂચ શહેરમાં તસ્કરોનો ખોફ વધુ એકવાર સામે આવ્યો છે, ભરૂચના મકતમપુર વિસ્તાર આવેલ શ્રી નાથજી સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ પર હાથફેરો કરી પલાયન થઇ જતા ભારે ચકચાર મચ્યો છે, શ્રી નાથજી સોસાયટીના મકાન નંબર ૧૪ માં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય સાથે સંકળાયેલ ધર્મેશભાઈ દિનેશચંદ્ર તાપિયાવાલા ગત તારીખ ૧૨/૦૬/૨૦૨૨ ના રોજ પોતાનું ઘર બંધ કરી મોઢેરા મહેસાણા ખાતે તથા અંબાજી બનાસકાંઠા ખાતે માતાજીના દર્શનાર્થે ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાનને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી જાળીવાળા દરવાજાનો નકુચો કોઈ સાધન વડે કાઢી નાખી તેમજ મુખ્ય દરવાજાનો ઇન્ટર લોક તોડી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલ લાકડાનો કબાટ તોડી તેમાં રહેલ ૧,૦૩,૯૬,૫૦૦ ની રોકડ રકમની ચોરી કરી પલાયન થયા હોવાની જાણ તેઓ તા.૧૪/૦૬/૨૦૨૨ના રોજ પરત આવતા થઇ હતી જે અંગે તેઓએ મામલા અંગે ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તસ્કરોએ મકાનમાંથી ૫૦૦ ના દરની નોટોના ૧૯૨ બંડલ તથા પાંચસોના દરની ૯૩ નોટ છૂટી જેની કુલ કિંમત ૯૬,૪૬,૫૦૦ તેમજ બે હજારના દરની ૧૦૦ નોટના ત્રણ બંડલ જેની કિંમત ૬,૦૦,૦૦૦ બસો રૂપિયાના દરની ૧૦૦ નોટ ના પાંચ બંડલ જેની કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ સો અને બસો રૂપિયાની ચલણી નોટ મળી રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ રોકડા રૂપિયા ૧,૦૩,૯૬,૫૦૦ ની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી પલાયન થઇ જતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના મોરતલાવ ગામની મહિલાનું કેનાલમાં ડુબી જવાથી મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામનાં ઇસમ પર અન્ય ચાર ઇસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કોવિડ-19 ના ટેસ્ટિંગ સ્ક્રિનિગ ના સંસાધનો માટે એક કરોડ રૂપિયા મજૂર કરવા ભલામણ કરતા સાંસદ એહમદ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!