રાષ્ટ્રીયકક્ષાની સ્કોલરશિપ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની છેવાડાની બીલીઆંબા અને વાહુટીયા શાળાના બાળકોએ મેરીટમાં આવી શાળાઅને ગામનુ નામ તથા સુબીર તાલુકાનું નામ રોશન કર્યું છે.
પ્રાપ્ત વીગતો અનુસાર દર વર્ષે ધોરણ 8 માં શિષ્યવૃતિની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં મેરીટમાં આવનારા બાળકોને 1 વર્ષના 12000 રૂપિયા પ્રમાણે 4 વર્ષના 48000 રૂપિયા મળવા પાત્ર થાય છે.
આ બન્ને શાળાના બાળકો દર વર્ષે મેરીટમાં આવતા હોય છે આ વર્ષની વાત કરવામાં આવે તો બીલીઆંબા પ્રાથમિક શાળાના 7 બાળકો અને વહુટીયા પ્રાથમિક શાળાના 6 બાળકો અને સિંગાણા શાળાનું 1 બાળક એમ આખા સુબિર તાલુકા માંથી 15 બાળક મેરીટમાં આવેલ છે. જે સુબીર તાલુકાના બાળકો અને શિક્ષકોની મહેનતનું પરિણામ બતાવે છે. જેમાં બીલીઆંબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ગામીત યહેશભાઈ જેકાભાઈ ડાંગ જિલ્લામાં પ્રથમક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું છે.
બાળકોની આ સિદ્ધિ અને શિક્ષકોની બાળકો માટે દિલથી કામ કરવાની ભાવના બદલ ત્રણે શાળાના શાળા પરિવાર તથા સીઆરસીકો,બીઆરસીકો , ટીપીઈઓ સુબિર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સુબિર તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઠાકરે સાહેબ અને જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી ભૂસારા સાહેબે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.