વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંત વલ્લભ સ્વામી એ જણાવ્યું હતું કે ગ્રીષ્મ ઋતુમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની એક પરંપરા છે. વડતાલ સહિત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં વૈશાખ સુદ – ૩ અખાત્રીજથી દેવોને ચંદન વાઘા ધરાવવાના શરૂ થયા હતા ૪૧ દિવસ સુધી રોજ અવનવી કલા પીરસી પૂજારીઓએ ચંદન વાઘા શણગારથી દેવોને વિભૂષિત કર્યા હતા. દરમિયાન મંગળવારે સવારે જેઠ સુદ પૂર્ણિમાના રોજ સંપ્રદાયના તમામ મંદિરમાં દેવોને કેસર સ્નાન અભિષેક યોજાયો હતો. જેમાં વડતાલ ખાતે સવારે ૫:૧૫ કલાકે મંગળા આરતી બાદ ૫ : ૩૦ કલાકે અભિષેક પૂજન શરૂ કરવામાં આવ્યું હતું જેના યજમાન પદે જગદીશભાઈ રણછોડભાઈ પટેલ તથા પી. એન. શાહ (મેતપુર) હસ્તે (ડૉ. સંત વલ્લભ દાસજી સ્વામી) અ. ની. સ.ગુ. શાસ્ત્રી કૃષ્ણ જીવન દાસજી સ્વામીની મેતપુર નાકિર્તીભાઈ માણેકલાલ પટેલ (હાલ મુંબઈ હસ્તે ગોવિંદ પ્રસાદજી સ્વામી) અભિષેક યોજાયો હતો. સવારે ૫:૩૦ થી ૬:૦૦ દરમિયાન મંદિરમાં બિરાજતા દેવોને કેસર સ્નાન જનમંગલ સ્તોત્રના ગાન સાથે અભિષેક કરાયો હતો પૂનમના દિવસે હજારો હરિભક્તો એ કેસર અભિષેક દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી ૭:૩૦ વાગે શણગાર આરતી યોજાઇ હતી. પૂનમના રોજ એક લાખથી વધુ હરિભક્તોએ વડતાલ મંદિરમાં દર્શનનો લાભ લીધો હોવાનું મંદિરની યાદીમાં જ જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ