ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેરાત જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવી હતી. આ ભરતી અંતર્ગત ઘટ અને સામાન્ય ઉમેદવાર થઇ ને કુલ 3300 શિક્ષકોની પસંદગી કરવાની હતી. જાન્યુઆરીમાં જાહેરાત બહાર પડ્યા બાદ ફેબ્રુઆરીમાં ફોર્મ ભરાયને સમગ્ર ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.
આ ભરતી પ્રક્રિયા શરુ થયા બાદ માર્ચ મહિનામાં મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ વર્ષે ઘટ અને સામાન્ય એમ બે ભાગમાં મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં મેરીટ લિસ્ટ બહાર પડ્યા બાદ એપ્રિલ મહિનામાં મેરીટ લિસ્ટ પ્રમાણે કોલ લેટર કાઢીને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ કચેરીએ ઉમેદવારોને જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.
જિલ્લા પસંદગીની પ્રક્રિયામાં પણ ઘટ અને સામાન્યના અલગ અલગ રોઉન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. આ ઘટ અને સામાન્યના કુલ 7 રાઉન્ડ બે દિવસ પૂર્વે જ પૂર્ણ થઇ ગયા હતા અને ઉમેદવારોને જિલ્લાના ઓર્ડર ગાંધીનગર કચેરી ખાતેથી આપવામાં આવ્યા હતા. જિલ્લા પસંદગી બાદ ઉમેદવારોને નિમણુંક પાત્ર અને તાલુકાનું ગામ પસંદ કરવા માટે પહેલા 13 મે રોજ તારીખે બોલવાના હતા પરંતુ વધ ઘટ કેમ્પ અને આંતરિક બદલી કેમ્પના કારણે આ ભરતી પ્રક્રિયાના પસંદ થયેલા ઉમેદવારોને નિમણુંક ઓર્ડર માટે તારીખ પાછળ ગઈ હતી.
બે દિવસ પૂર્વે જ વધ ઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ આંતરિક કેમ્પ શરુ થયો હતો જે આ મહિનાની 27 થી 29 તારીખ સુધી ચાલશે જેને પગલે વિદ્યાસહાકોને હજુ પણ નિમણુંક ઓર્ડર માટે આવતા મહિના સુધી રાહ જોવી પડશે. આ ભરતીમાં 1405 ઘટના અને 1895 સામાન્યના ઉમેદવાર થઇ કુલ 3300 શિક્ષકોની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાલ પૂર્ણ થઇ ગઈ છે પરંતુ વિદ્યાસહાયકોને હજુ સુધી નિમણુંક પત્ર અને ગામની પસંદગીની તારીખ બહાર પાડવામાં આવી નથી.