Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે કોંગ્રેસના સક્રિય કાર્યકરે નવ સંકલ્પ સંમેલનમાં ચાલુ સભામાં હંગામો કરતા સભામાં સન્નાટો.

Share

આજે રાજપીપલા ખાતે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 148 નાદોદ વિધાનસભા કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ સંમેલનનો કાર્યક્રમ સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, માજી રેલમંત્રી અને રાજ્યસભાના સદસ્ય નારણ રાઠવા, નાદોદ વિધાનસભાના ધારાસભ્ય પી ડી વસાવા સહીત કોંગી આગેવાનો, તાલુકા અને જિલ્લાના તમામ સેલ જેવા કે
યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, સેવાદળના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે છેલ્લે સુખરામભાઈ રાઠવાનુ પ્રવચન આવ્યું ત્યારે નીચે બેસેલા ભરતભાઈ ચીમનભાઈ વસાવા કે જેઓ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છે અને તેમની વહુ વર્તમાન તાલુકા પંચાયતની ચૂંટાયેલા સદસ્ય હોઈ તેઓ નીચે બેસેલા હતા અને તેમને સ્ટેજ ઉપરના બેસાડતા ભરતભાઈ ચાલુ સંમેલનમાં નારણભાઇને તેમજ સુખરામભાઈ સામે આક્રોશ સાથે સવાલ કર્યો હતો કે તમે કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો કાર્ય કરીએ છીએ ત્યારે અમને નીચે બેસાડવામાં આવે છે અને હવે લાવોને સ્ટેજ ઉપર મંચ પર બેસાડવામાં આવે છે. જીતેલા ઉપર બેસે છે અને હારેલા પર બેસે છે આવી ફરિયાદ કરતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને પરસેવો વળી ગયો હતો મને જવાબ આપવાનું પણ ભારે પડી ગયું હતું. જોકે મંચ પરથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગળનો મામલો છે આપણે સાંભળીશું ભરતભાઈ માન્યા નહોતા અને ગુસ્સામાં સભા છોડીને બહાર નીકળી ગયા હતા. તેમની સાથે બીજા પણ એક કાર્યકરે પણ રોષ વ્યક્ત કરતા તે સભા છોડીને બહાર નીકળી જતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો. જોકે મીડિયાએ આ અંગે નારણભાઇ રાઠવાને સીધો પ્રશ્ન કરતા તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કાર્યકરોનો પ્રશ્ન વ્યાજબી હોય છે એ ભૂલ અમે સુધારી લઈશું. કોઈ સાચો કાર્યક્રર રહીના જાય એ માટે અમે ધ્યાન રાખીશું એમ પણ જણાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયાના વેલુગામ ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો

ProudOfGujarat

હિમાચલ જવાની ક્યા જરૂર છે, ગુજરાત પાસે છે હિલ સ્ટેશનનો ખજાનો

ProudOfGujarat

આતિથ્યની હિજરત, સરકારનાં આંખ મિચામણાં: 7 દિવસમાં યુપી-બિહારના લોકો પર 50થી વધુ હુમલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!