અમદાવાદ શહેરમાં કોરોનનો ફરી પગ પેસારો થતા તંત્ર રાફાળું જાગ્યું છે. શહેરમાં કોરોનાના કેસો વધતા ગીતામંદિર સ્થિત ST બસ સ્ટેશન ખાતે મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા તંત્રમાં ચિંતા પ્રસરી છે અને તેને કારણે ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળો પર ટેસ્ટિંગના ટેબ્લો ઊભા કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ખાસ કરીને રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર વધુ કાળજી લેવામાં આવે છે અને આવતા જતા મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મીઓ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ટેબલો મૂકવામાં આવ્યા છે.
બહારગામથી આવતા જતા તમામ મુસાફરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણમાં મુસાફરો પોતાના ટેસ્ટ આરોગ્ય કર્મીઓ પાસે ટેસ્ટ કરાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આરોગ્ય સંબંધિત અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું.