મેટાની માલિકી હેઠળની ઇન્સ્ટાગ્રામ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ફેસબુક પછી ઇન્સ્ટાગ્રામ સૌથી પોપ્યુલર એપ છે અને ઇન્સ્ટાગ્રામ પણ પોતાની પહોંચ વધારવા માટે સમયાંતરે એપને રસપ્રદ બનાવવા માટે નવા નવા ફીચર્સ રજૂ કરતી રહી છે. ઇન્સ્ટાગ્રામની નવી અપડેટ બાદ હવે તમે તમારી પ્રોફાઇલ પર ત્રણ પોસ્ટ અથવા ત્રણ રીલ્સને પિન કરી શકશો એટલે કે તેને તમારી પ્રોફાઇલમાં સૌથી ઉપર દેખાડી શકશો. આ ફીચર ફેસબુકના પિન ટૂ ટોપ ફીચર જેવું જ છે. આ ફીચર ટ્વિટર અને ટિકટોકમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. જો તમે પણ કોઇ પોસ્ટ અથવા રીલ્સને પિન કરવા માંગો છો તો સૌ પ્રથમ રીલ્સ પર જાઓ અને સાઇડમાં દેખાતા ત્રણ ડૉટ પર ક્લિક કરો અને પછી Pin to Your Profile વિકલ્પ પર ક્લિક કરો. આ બાદ એ પોસ્ટ અથવા રીલ્સ તમારી પ્રોફાઇલના લેફ્ટ કોર્નરમાં ગ્રિડમાં જોઇ શકાશે. આ ફીચરને પ્રથમવાર આ વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું અને હવે કંપનીએ તેને તમામ યૂઝર્સ માટે લોન્ચ કર્યું છે. હવે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સની સમયમર્યાદા પણ વધારાઇ છે. હવે યૂઝર્સ 60 સેકન્ડને બદલે 90 સેકન્ડ માટે રીલ્સ અપલોડ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામ એ નવું શાનદાર ફીચર લોંચ કર્યું.
Advertisement