Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુવરાજસિંહ જાડેજાનો મોટો દાવો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનો આરોપ.

Share

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઇ રહી હોવાના પુરાવા સાથે ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. યુવરાજ સિંહે પ્રેસમાં કહું હતું કે 2016 બાદ ગુજરાતની તમામ પરીક્ષામાં ગેરરીતિ થઇ અને 2016 બાદ તમામ પરીક્ષામાં પેપર ફૂટ્યા છે અને મોટા કૌભાંડ આચરવામાં આવ્યા છે.

જામનગર મનપાનું પેપર ચોટીલાથી ફોડવામાં આવ્યું હતું. યુવરાજ સિંહે કહ્યું કે પેપર લીક અંગે કાયદો બનવો જોઈએ. પાલીતાણામાં જૈન દેરાસરમાં 22 ઉમેદવારમાં રાખવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પેપર આપવા માટે જે ગાડી વપરાઈ તેના ફોટા જાહેર કરવામાં આવ્યા હતા. વી.ડી.મેર નામનો વ્યક્તિ પેપર ફોડવામાં સામેલ છે. 5 થી 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવે છે. જામનગર મનપાનું પેપર 11 જણાને આપવામાં આવ્યું હતું. ગૌણ સેવાના તમામ પેપેરો પ્રેસમાંથી લીક થયા છે.

Advertisement

તો બીજી તરફ હાર્દિક પટેલ નામના શખ્સે 10 થી 15 લાખ લીધા તેમ જણાવવામાં આવ્યું હતું. પાલીતાણામાં પ્રાતીજ જેમ પેપર ફૂટ્યું છે. રેકેટનો શંકાસ્પદ આરોપી હાઇકોર્ટમાં પ્યુનની નોકરી કરે છે. પ્રાતીજના મુખ્ય આરોપી દાનાભાઇ ડાંગર છે. વધુમાં યુવરાજસિંહ દ્વારા અલગ અલગ પરીક્ષામાં પેપરો ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. હેડક્લાર્કની પરીક્ષાનો આરોપી હજુ પણ ફરાર છે તેમ જણાવ્યું હતું.

સરકારી પરીક્ષામાં અત્યાર સુધી એક જ વ્યક્તિએ પેપર ફોડ્યા, સબ એડિટરની પરીક્ષામાં 72 વ્યક્તિને પેપર આપવામાં આવ્યા હતા. તુષાર મેર નામનો યુવક આ પેપર ફોડવાનો માસ્ટર માઈન્ડ છે અને તે પરીક્ષામાં ગેરરીતિ કરી રહ્યો છે તેમ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. યુવરાજસિંહે કહ્યું કે જવાબદાર વ્યક્તિઓ પર પગલા લેવા માંગ કરાઈ છે અને અમે સીએમ ઓફિસ સુધી જાણ કરી છે તેમજ 12 ઉમેદવારની OMR સાથે છેડછાડ કરવામાં આવી છે.

ગૌણ સેવાની પરીક્ષામાં એક જ પેનથી અલગ અલગ OMR માં જવાબ લખાયા છે અને ગૌણ સેવાના માણસો જ કોરી OMR માં જવાબ લખે છે. દાનાભાઇ ડાંગરના સગાભાઈ ઘનશ્યામ ડાંગર હાલ રેકેટ ચલાવી રહ્યા છે.


Share

Related posts

વિશ્વ શાંતિ માટે ભરૂચના સાયકલિસ્ટોએ 100 કિ.મી.નું કર્યું સાયક્લિંગ.

ProudOfGujarat

ડેડીયાપાડા બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ રતનસિંહ એમ.વસાવા બિનહરીફ જાહેર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!