ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન વધ્યા, 10 મહિનામાં 25 હજાર ઇલેક્ટ્રિક વાહનો વેચાય છે. ગુજરાતમાં ઇ વાહનોના વેચાણમાં છેલ્લા 5 મહિનાથી વધુ વધારો થઈ રહ્યો છે. ગુજરાતી ઇ વ્હીલ પસંદ કરી રહ્યા છે તેમાં પણ ટુ વ્હીલરનાં વેચાણ ઘણા વધ્યા છે. કેમકે પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે આ ઉપરાંત સીએનજી ના ભાવ પણ વધ્યા હોવાથી ટુ વ્હીલર ની સાથે ફોરવીલ પણ ઈલેક્ટ્રીક લોકો પસંદ કરી રહ્યા છે.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન વેચાણમાં સતત આગળ વધી રહ્યું છે દસ મહિનામાં 25 હજાર ઇલેક્ટ્રિક વાહનો વધ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો માટે 3300 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 9850 વાહનમાલિકોને સબસીડી ચૂકવાઈ છે 24.25 કરોડ રૂપિયાની રકમની ચુકવણી કરવામાં આવી છે. ગુજરાતમાં ઇ વ્હિકલ પોલિસીને જુલાઈમાં એક વર્ષ પૂર્ણ થશે.
આગામી સમયમાં ચાર્જિંગ સ્ટેશનો વધારવામાં આવી રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશનો વધતા લોકો વધુ ઈ વ્હિકલ ખરીદી શકે છે. આ ઉપરાંત ઇ વ્હીકલ વાહનોમાં સબસીડી ચૂકવવામાં આવી રહી હોવાથી લોકોને આ વાહનો સસ્તા પડી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને ટુ વ્હીલર વધુ સસ્તા પડી રહ્યા છે જેથી ટુ વ્હીલરની ખરીદી લોકો વધુ કરી રહ્યા છે