વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે યુવાન વિશ્વામિત્રી નદીમાં પડ્યો હોવાની વાતો વહેતી થતાં ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, અંધારાના કારણે શોધખોળ અશક્ય બની હતી. કારણ કે, જે સ્થળે યુવાન પડ્યો હોવાનો સંદેશો મળ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હોય મુશ્કેલી સર્જાઇ હતી. પરિણામે ફાયર વિભાગ દ્વારા જવાનોની સલામતીના ભાગરૂપે શોધખોળ ઓપરેશન મુલતવી રાખ્યું હતું.
વડોદરાની વિશ્વામીત્રી નદીમાં છેલ્લા બે દિવસથી એક યુવકને ડેડબોડી નદીમાં તરતી હતી જેની સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડે નદીમાંથી આ યુવકની ડેડબોડીને બહાર કાઢી પોલીસે પંચનામું કરી ડેડબોડીને પીએમ રિપોર્ટ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ યુવકે વિશ્વામિત્રી નદીમાં શા માટે જીવન ટૂંકાવ્યું તે સહિતની વિગતોનો તાગ પોલીસખાતું મેળવી રહ્યું છે. ડેડ બોડીના વાલી વારસની પણ કોઈ માહિતી હજુ સુધી સામે આવેલ નથી, આથી આ યુવાનની વાલી વારસ સહિતની વિગતોનો તાગ મેળવવા વડોદરા પોલીસ પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે વિશ્વામિત્રી નદીમાં એક યુવકના ઝંપલાવ્યાનો મામલો બે દિવસ પછી બહાર આવ્યો આખરે કયા કારણોસર આ યુવાને વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે તેની કોઈ પણ પ્રકારના પુરાવા હજુ સુધી મળ્યા નથી