માર્ચ 2022 માં ગુજરાત માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ HSC સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ સોમવારે SSCનુ પરિણામ જાહેર થયું છે. જેમાં ખેડા જિલ્લામાં 56.71 % પરિણામ સમગ્ર જિલ્લામાં આવ્યું છે. 41 કેન્દ્ર પર લેવાયેલી આ પરીક્ષામાં સૌથી વધુ રામોલ કેન્દ્ર તો સૌથી ઓછુ ઉત્તરસંડા કેન્દ્રનુ પરિણામ આવ્યું છે.
ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે. સમગ્ર જિલ્લામાં નોધાયેલા કુલ વિદ્યાર્થીઓ 25744માથી 25299 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 14348 વિદ્યાર્થીઓ ઉત્તર્ણ થયા છે. ગ્રેડ પ્રમાણે પરિણામ જોઈએ તો A1 મા 206 વિદ્યાર્થીઓ, A2 મા 932, B1 મા 2032, B2 માં 3507, C1 મા 4320, C2 મા 3117 અને D ગ્રેડમા 233, E1 મા 5128, E2 મા 5832 મળી કુલ 25299 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમાથી માત્ર 14348 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે 10951 વિદ્યાર્થીઓ નપાસ થયા છે. આ સાથે 4 શાળાઓનું પરિણામ 100% આવ્યું છે. જ્યારે 6 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. છેલ્લા બે વર્ષની સરખામણી કરીએ તો વર્ષ 2020 મા સમગ્ર જિલ્લાનુ પરિણામ 56.47% આવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ