Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના વલી ગામે આંકડાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડાએ દારુ જુગારની બદી ડામવા જીલ્લાની પોલીસને કડક આદેશ આપતા પોલીસે જુગારીયાઓ પ્રત્યે લાલ આંખ કરી છે.

મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસે નજીકના વલી ગામેથી આંક ફરકના આંકડા લખતા એક ઇસમને ઝડપી લીધો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે વલી ગામની નવીનગરીમાં નિલેશભાઇ કનુભાઇ વસાવા રહે.ગામ રાયસીંગપુરા, તા.ઝઘડિયા, જી.ભરૂચના ગેરકાયદેસર રીતે આંકફરકના આંકડા લખીને હારજીતનો જુગાર રમાડતા ઝડપાઇ ગયો હતો. આ ઇસમ સ્થળ ઉપર એક પાટીયું બોલપેન અને કાર્બનપેપર લઇને આંકડા લખી રહ્યો હતો. આ ઇસમ પાસેથી પોલીસે વિવિધ આંકડા લખેલ સ્લીપો કબજે કરી હતી. ઉમલ્લા પોલીસે આંકડા લખવાના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ ઉપરોક્ત ઇસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે આંકફરકના આંકડાનો જુગાર ચાલતો હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક બનેલ આંકફરકના આંકડાનું દુષણ દુર થાયતો ગરીબ જનતાનો આ એક જાતના વ્યસનમાંથી છુટકારો થાય. આંકડા લખાવનાર ગરીબ લોકો દિવસે દિવસે વધુ ગરીબ બની રહ્યા છે, જ્યારે આંકડા લખનારા તવંગર બની રહ્યા છે તે હકીકતને ધ્યાને લઇને તંત્ર આ બાબતે વધુ આક્રમક વલણ અપનાવે તે ઇચ્છનીય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

પાલેજ કુમારશાળામાં વય નિવૃત્ત શિક્ષિકાઓનો વિદાય સમારંભ યોજાયો…

ProudOfGujarat

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ ટાઇગર એકતા ગ્રુપ દ્વારા સ્વચ્છતા અંગે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!