Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર ખોડલધામ સમિતિ દ્વારા છિદ્રા ખાતે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

Share

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકા સમસ્ત લેઉવા પટેલ સમાજ, જંબુસર તાલુકા ખોડલધામ સમિતિ તથા જંબુસર ખોડલધામ યુવા સમિતિના સંયુકત ઉપક્રમે છિદ્રા ખાતે ખોડીયાર માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને મેનેજમેન્ટ ગુરુ નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. જંબુસર પટેલ સમાજ સહિત અન્ય સંગઠનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નરેશ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે નગર યાત્રા, પ્રાયશ્ચિત કર્મ, ગરબા, બીજા દિવસે જલાધિવાસ સ્નપન કર્મ, ધાન્યાધિવાસ, આરતી તથા ત્રીજા‌‌ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા પુજા, મહા આરતી, મહા પ્રસાદ તેમજ ભજન સંધ્યાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે જંબુસર પાટીદાર સમાજનું સુંદર સંગઠન જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સમાજને સંબોધન કરતા જણાવ્યું કે આખા વિશ્વમાં લેઉવા પટેલ સમાજ એક છત્ર નીચે આવ્યો છે ત્યારે નાના એવા આ ગામમાં એક મંદિર બનાવીને ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ખોડલધામની યાત્રા વિશે તેમણે જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારે મારા પિતાજી સાથે સામાજિક કાર્યમાં જતો. સમાજને એકત્રિત કરવા માટે વિચાર કર્યો, તે વિચારમાંથી ખોડલધામની સ્થાપના થઇ અને ખોડલ માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે જંબુસર તાલુકાના છિદ્રા ગામે ખોડિયાર માતાજીના મંદિરની સ્થાપના થઇ રહી છે.‌ ખોડલધામમાં ૨૦૧૧ થી ૨૦૧૭ સુધીના કાર્યક્રમોમાં લાખોની સંખ્યામાં એકઠા મળી સંગઠનનો સાદ પુરાવ્યો છે. આજથી પંદર વર્ષ પહેલાં ચિંતા હતી કે લેઉવા પાટીદાર સમાજ એકત્રિત ન થઈ શકે, પરંતુ આજે સમાજ સંગઠિત છે. સમાજ યુવાનોના અભ્યાસ અને રોજગારી માટે કાર્યરત છે. ઉપરાંત સમાજના કામ માટે જ્યારે પણ જંબુસર તાલુકામાં આવવાની જરૂર પડશેે તો તેઓ હાજર રહેશે તેવી લાગણી ઉચ્ચારી હતી. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પંકભાઇ ભુવા, જંબુસર ખોડલધામ સમિતિના કન્વીનર ચંન્દ્રકાંત પટેલ, યુવા કન્વીનર શકિત પટેલ, જતીન પટેલ તથા‌‌ જંબુસર તાલુકા ખોડલધામ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે બે દિવસનાં પ્રવાસે આવેલ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસન અસકરી મિયાનું ઉત્સાહ અને ઉમંગથી ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.

ProudOfGujarat

હિન્દી વક્તૃત્વ સ્પર્ધા નવસારી હાઈ.નું ગૌરવ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!