નડિયાદ ખાતે નગર પ્રાથમિક શાળા, ચેતક પેટ્રોલ પંપ સામે, તેમજ નડિયાદ તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ચલાલી મુકામે સેવા સેતુ (આઠમો તબક્કો) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સવારે ૯/૦૦ કલાક થી સાંજના ૫/૦૦ કલાક સુધી ચાલનાર છે. નડિયાદ ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં નડિયાદ શહેરના વોર્ડ નં.૭,૮,૧૨ અને ૧૩ ના રહેવાસીઓ સરકારી સેવાઓના લાભ અંગેની કામગીરીના લાભો લીધો હતો. આ સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ જન સમસ્યાનું સ્થળ પર જ નિકાલ અને છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સેવા સેવું કાર્યક્રમ અંતર્ગત ગુમાસ્તાધારાની નોંધણી, લગ્ન, જન્મ-મરણનું પ્રમાણપત્ર, NULM (નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન), પ્રોપર્ટી ટેક્સ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વગેરે યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓ સ્થળ પર આવી તેમની સમસ્યાનું નિકાલ સંતોષ પૂર્વક લઇ રહ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, મ્યુ.કાઉન્સિલર પન્નાબેન પટેલ, કિન્નરીબેન શાહ, સ્નેહલબેન પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર આર.સી.ચૌહાણ, નાયબ મામલતદાર મહેસુલ (સીટી) હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : ભરૂચ