Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર શરૂ.

Share

નડિયાદ શહેરમાં પ્રથમવાર એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધા નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ શરૂ. આ સ્પર્ધામાથી તા.૧ થી ૬ ઓગસ્ટ, ૨૦૨૨ દરમિયાન કાલી, કોલમ્બિયા દક્ષિણ અમેરિકા ખાતે આયોજિત (અંડર ૨૦) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ વર્લ્ડ ફેડરેશન કપ માટે ભારતીય એથ્લેટિક્સ ટીમ માટે પસંદગી કરાશે.

ગુજરાત સ્ટેટ એમેચ્યોર ઍથ્લેટિક્સ એસોસિએશન દ્વારા તા.૦૨ થી ૦૪ જૂન, ૨૦૨૨ દરમિયાન ૨૦ મી નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર અંબુભાઇ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પેલક્સ, નડિયાદ ખાતે વિધિવત શરૂ કરવામાં આવી હતી. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી કે જેઓ એથ્લેટિક્સના ક્ષેત્રમાં પિતૃ સંસ્થા છે તેના નેજા હેઠળ સદર રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સદર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતભરથી કુલ ૩૪ રાજ્યો અને ૯ કેન્દ્ર શાસિત પ્રદેશના ૮૦૦ કરતા વધારે છોકરા- છોકરીઓ કુલ ૪૦ ઇવેન્ટમાં પોતાના કૌશલ્યોનું પ્રદર્શન કરશે. સદર રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારીના ભાગરુપે ગુજરાત સ્ટેટ એમેચ્યોર ઍથ્લેટિક્સ એસોસિએશનના ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. પ્રતિયોગિતાનો વિધિવત પ્રારંભ કરતાં કાર્યક્રમના મુખ્ય મહેમાન ઓલમ્પિયન અને પ્રેસિડેન્ટ એ.એફ.આઈ. ન્યૂ દિલ્હીના આદિલ સુમારીવાલા એ ડોપિંગ, વૈજ્ઞાનિક ઢબે કોચની ઇન્ટર ડીસ્ટ્રિક્ટ રમતોનું મહત્વ, ઉંમર અને વાતાવરણના પરિબળોની રમતવીરોની માનસિક સ્થિતિ ઉપર અસર વગેરે એથ્લેટિક્સ જગતના ગંભીર મુદ્દાઓ ઉપર ધ્યાન દોર્યું હતું.

તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એથ્લેટિક્સના વિઝનને પરિપૂર્ણ કરવા પ્રાદેશિક કક્ષાએ સ્પોર્ટ્સ અધિકારીઓને સત્વરે સક્રિય બનવા અને રમતવીરોને પ્રતિકૂળ વાતાવરણીય પરિબળો સામે મક્કમતાથી લડવા હાકલ કરી હતી. પ્રથમ દિવસની એટલે કે તારીખ ૦૨/૦૬/૨૦૨૨ ની સ્પર્ધાના વિજેતાઓને પદક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષ દોડમાં મધ્ય પ્રદેશના વસ્કલે અને મહિલા દોડમાં રાજસ્થાનના અક્ષાનાએ સુવર્ણ પદક મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય ટાયમીંગ, સ્કોરીંગ, રીઝલ્ટ અને મેજરમેન્ટ સીસ્ટમનો પ્રયોગ થવાનોછે. જેમાં દોડ – રેસ માટે ફોટો ફિનિશ સીમનો ઉપયોગ થશે. આ રાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ફેંક અને કુદના પ્રદર્શન ઇલેક્ટ્રીક મેજરીંગ ડિવાઇસથી નોંધાશે. જેના દ્વારા ખેલાડીઓનું લાંબી કુદ, ભાલા ફેંક, ચક્ર ફેંક, હથોડા ફેંક (હેમર થ્રો) અને ગોળા ફેંક નું અંતર મીલી મીટરમાં નોંધાશે. આમ, તા. ૨ થી ૪ જુન, ૨૦૨૨ ના રોજ સવારે ૭:૦૦ થી ૧૧:૦૦ અને બપોરે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે કુલ ૪૦ ઇવેન્ટની પ્રતિયોગીતા યોજાશે. સદર સ્પર્ધા માં કુલ ૧૬ એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય ઓફિસિયલ્સ, ૧૫૦ જેટલા ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ક્ક્ષાના ઓફિસિયલ્સ અને ૫૦ જેટલા સહાયકો આ સ્પર્ધાના સળ આયોજમાં પોતાનો ફાળો આપી રહયા છે. આ પ્રસંગે આદિલ સુમારીવાલા ( ઓલમ્પિયન અને પ્રેસિડેન્ટ એ.એફ.આઈ. ન્યૂ દિલ્હી), વીરેન્દ્ર નાણાવટી (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આઈ.ઓ.સી. ન્યૂ દિલ્હી), વિવેક પટેલ (પ્રેસિડેન્ટ જી.એસ.એ.એ.) અને એલ વી કરંજગાવકર (સેક્રેટરી જી.એસ.એ.એ.), જિલ્લા રમત ગમત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના અધિકારીઓ કર્મચારીઓ, સ્પર્ધકો અને મોટી સંખ્યામાં રમતમવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાતની કેસર કેરીની ડિમાન્ડ યુ.એસ.એ અને યુરોપમાં વધી, વિવિધ દેશોમાં કેસર કેરી લોકપ્રિય.

ProudOfGujarat

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!