સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે ઇસ્માઇલ બોબાત ( રાજા) એ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે જેનો લાભ આપણા વિસ્તાર તથા સાઉથ ગુજરાતના ક્રિકેટરોને થશે. જે અંતર્ગત આદિત્ય બિરલા કેપિટલનાં સહયોગથી બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા રફતાર કી ખોજઅંતર્ગત ફાસ્ટ બોલર ટેલેન્ટ હંટનો એક કાર્યક્રમ મોટામિયા માંગરોલના મોટા બોબાત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર તારીખ તા.૦૨/૦૬/૨૦૨૨ના સવાર ના ૮:૦૦ વાગ્યાથી રાખવામાં આવેલ હતો.
ઉપરોક્ત કેમ્પમા ભારતીય ક્રિકેટ ટીમના ભૂત પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, રાજેશ પંચાલ (ડિસ્ટ્રિક્ટ ફિટનેસ ટ્રેનર BCA),યોગેન્દ્ર વકાસ કાર (ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર BCA), અરવિંદ પટેલ (હેડ કોચ નવસારી) લક્ષીતા ચૌહાણ (કોમ્યુનિકેશન ઓફિસર )સુખબીર સિંહ મનહાસ (રણજી બોલર કોચ )સંજીવ સાવંત (ઇન્ચાર્જ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ) , ઇસ્માઇલભાઈ મતાદાર (ઉપ પ્રમુખ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન ) મેહબૂબ રાવત તેમજ અન્ય મેહમાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મેહમાનો ને પુષ્પ ગુચ્છ, મોમેન્ટો આપી સન્માન કરેલ હતુ.
ઉપરોક્ત કેમ્પમાં 250 થી વધારે ફાસ્ટ બોલરો એ ભાગ લઇ પર્ફોમન્સ રજુ કરેલ હતુ જેમાંથી 20 જણ અને તેમાંથી પણ 5 કેમ્પ માટે સિલેક્ટ થયા હતા. કેમ્પમાં સીલેક્ટ થયેલ 5 બોલરોને બરોડા ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ કેમ્પમાં મુકવામાં આવશે અને તેઓને ફ્રી આધુનિક તાલીમ આપવામાં આવશે. કેનેડા નિવાસી અને આ ગ્રાઉન્ડના માલિક ઇસ્માઇલ બોબાત (રાજા ) એ કેનેડાથી શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે આજની આ ટુર્નામેન્ટમાં એક ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ પહોંચી દેશનું નામ રોશન કરશે તો મારું આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરેલું સાર્થક કહેવાશે. મુનાફ પટેલે પોતાના વક્તવ્યમા આટલુ સુંદર ગ્રાઉન્ડ બનાવવા બદલ ઇસ્માઇલ રાજા અને આયોજકોનો આભાર માનેલ અને અહીંથી આજુબાજુના ગામડાનાં લોકોને ક્રિકેટમા આગળ જવા માટે સારૂ પ્લેટફોર્મ મળી રહેશે એમ જણાવેલ, ઇસ્માઇલ ભાઈ મતાદાર અન્ય મેહમાનો એ પણ મોટાબોબાત ક્રિકેટ ગ્રાઉન્ડના વખાણ કરી ટેલેન્ટવાળા ક્રિકેટરોને આગળ જવાની ખુબ સારી તક મળશે એમ જણાવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજન સલીમભાઇ પાંડોર, સરફરાઝ ઉંમર, ઝુબેર બોબાત,મેહબૂબ રાવતે કરેલ હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ