Proud of Gujarat
FeaturedGujaratINDIA

SOU ખાતે સફાઈ કરતી BVG કંપનીનો કોન્ટ્રાક્ટ્ર રદ થતા કર્મીઓ બન્યા બેરોજગાર.

Share

SOU ખાતે સફાઈ કરતી BVG કંપનીનો કોન્ટ્રાકટ રદ થયો છે. જોકે લોકોના સમર્થનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઇ તડવી સામે આવ્યા છે. કોન્ટ્રાકટ રદ થતાં બેરોજગાર બનેલા 6 ગામના 150 આદિવાસીઓને અન્ય જગ્યાએ રોજગારી આપવા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઈ.ઓ ને રજુઆત કરી હતી પણ કોઈ પરિણામ ન આવતા આજે રાજપીપલા ખાતે સાંસદ મનસુખ વસાવાને પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. મનસુખભાઈએ તેમના પ્રશ્નો સંભળ્યા હતા અને ન્યાય આપવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઇ તડવીએ પણ સાંસદ સમક્ષ પ્રશ્નોની રજૂ આત કરી હતી અને કર્મીઓ ને ન્યાય નહીં પડે ઉગ્ર લડત આપવાની ચીમકી પણ આપી હતી.

કર્માચારીઓએ જણાવ્યું હતું કે આ કંપનીના કેવડિયામાં અન્ય કોન્ટ્રાકટ છે ત્યાં સમાવેશ કરવો અથવા સત્તામંડળ અન્ય કોઈ કંપનીને આ કર્મચારીઓને લેવા સૂચના આપે એવી માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે કેવડિયા એકતા નગરીમાં ગરીબ આદિવાસીઓની હાલત કફોડી બની રહી છે. સ્થાનિક સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઓક્ટોબર-2018 ની શરૂઆતથી જ રોડ રસ્તાઓની સાફ-સફાઈની કામગીરી બી.વી.જી કંપનીના સ્થાનિક ગામોનાં 150 આદીવાસી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંના સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખી એમની રોજગારી છીનવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. વર્ષ 2018 ની સાલમાં સૌપ્રથમ અહિના નજીકના ગામના સ્થાનિકોને પોતાની જમીન ગુમાવવાના કારણે લાભાર્થી તરીકે નોકરી આપવામાં આવી હતી.હાલમાં એસઓયુ ઓથોરીટી ખાતે વડોદરા વીએમસીના સહયોગથી આધુનિક રોડ સ્વીપર મશીન લાવી અમારા કર્મચારીઓની સાફ સફાઈની બંધ કરવાની કામગીરી કરી ઓથોરીટી દ્વારા અમને છુટા ક૨વામાં આવતા ઘરે બેસવાનો વારો આવ્યો છે. અમારી પાસે જમીન પણ નથી, અમને આ કામગીરી પરથી રોજીરોટી મળતી હતી. જેથી એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન અન્ય કોઈ જગ્યાએ રોજગારી મળે એવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

નોટિસ આપ્યા વિના જ અમને છૂટા કરી દીધા હોવાની ફરિયાદ આજે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે અમે ચાર વર્ષથી આ BVG કંપનીના કર્મચારી તરીકે હાઉસકીપીંગની કામગીરી કરીએ છે. અમારા બાપ દાદાની જમીનો આ સ્ટેચ્યુ નર્મદા ડેમ અને વિવિધ
પ્રોજેક્ટોમાં ગઈ છે અમને એમ કે અમારો વિકાસ થશે પરંતુ અહીંયા તો બહારથી લોકો આવીને નોકરી કરે છે કમાય છે જયારે અમારે સ્થાનિકોને નાના કામો કરાવવામાંઆવે છે. કોઈ પણ લેખિત નોટિસ આપ્યા વગર અમને 150 જેટલા કર્મચારીઓને 1જૂન થી તમારે આવવાનું નથી એમ કહી દેવાયું હોવાનું ગંભીર ફરિયાદ પણ કરી હતી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિની સયુંકત ઉપક્રમે શિક્ષણ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની ધ સેન્ટ ગોબિનનાં ચેરમેન તથા સીઈઓ એ ગુજરાતમાં થયેલા અનુભવ વિષે જણાવ્યું.

ProudOfGujarat

રાજપીપળા નજીકનાં ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!