Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન પાછલા 8 વર્ષથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ 2 જૂન 2022 થી 5 જૂન 2022 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો.

સમગ્ર ગુજરાતના 13 જિલ્લાઓમાંથી આશરે 250 જેટલા શૂટર આ પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 10 મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે. રેન્જમાં વર્લ્ડ ક્લાસ Walther, Feinwerkbau, Pardini, Morini Pistol જેવા હથિયારોથી આ સ્પર્ધામાં ખેલાડીઓ નિશાન તાકશે.

આ ગુજરાત સ્ટેટ લેવલની શૂટિંગ ચેમપિયનશિપના સફળ આયોજન અને આ ચાર દિવસની આ પ્રતિયોગિતા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા એ તમામ જિલ્લાના નિશાને બાજને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100 ટકા આવ્યું

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની પાણીની મેઇન લાઇન તૂટી જવાથી અમુક વિસ્તારમાં પાણી ના આવતા પાલિકાનાં બંબા દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!