કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા બે યુવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ આજે સીઆર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
જામનગરમાં ભાજપના નેતાઓ સાથે એક મંચ પર હાર્દિક પટેલ દેખાયા હતા. રાહુલ ગાંધી એ જીગ્નેશનો ઉલ્લેખ કર્યો હતો હાર્દિકનો ઉલ્લેખ ના કરાતા આ મુદ્દો ટ્વીટર પર પણ ભાજપના નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી 10 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું આજે સી.આર.પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે. હાર્દિકે ટ્વિટર પ્રોફાઇલમાંથી કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો દૂર કર્યો હતો. જામનગરમાં ભાજપના નેતાઓ સાથે એક મંચ પર હાર્દિક દેખાયા હતા ત્યારે જ એ દિવસે હાર્દિક પટેલે ભાજપમાં જોડાશે એ નક્કી હતું.
હાર્દિક પટેલ આજે 12:00 ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ ઉપરાંત કોંગ્રેસના 2017 ના વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી લડી ચૂકેલા અને હારી ચૂકેલા એવા અમદાવાદના શ્વેતા બ્રહ્મભટ્ટ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે. ખાસ કરીને આજે બે યુવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે યુવા પાટીદાર ચહેરો એવા હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ તેમના સમર્થકો સાથે થોડા સમય બાદ ઘરેથી બહાર નીકળી કમલમ ખાતે જવા માટે રવાના થશે.