Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

Share

નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪ મળીને કુલ આઠ અનડીટેક્ટ ઘરફોડ ચોરીને ઝડપી પાડવામા એલ.સી.બી. નર્મદા પોલીસને સફળતા મળી છે. ઘરફોડ ચોરીના ગુનાઓમા સંડોવાયેલ કુખ્યાત સીકલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી છે.

આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદાના પ્રશાંત સુંબેએ જીલ્લામાં મિલ્કતસબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. તે મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને ટેક્નીકલ સર્વેલન્સ તથા અંગત બાતમીદારોથી હકીકત મળેલ કે ગરૂડેશ્વર વિસ્તારમાં રહેતા સંતોકસીંગ સીકલીગર તથા વડોદરાના
રાજેન્દ્રસીંગ સીકલીગર અલગ-અલગ માણસોની ગેંગ બનાવી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરે છેએવી બાતમી મળતાં જેઓની
તપાસ તેમજ વોચમાં રહી એલ.સી.બી. પો.ઇન્સ. તથા બી.જી.વસાવા પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફના માણસો સાથે સીકલીગેરે ગેંગના સભ્યોને રાત્રી દરમ્યાન હાઇ-વે રોડ ઉપરથી ચોરી કરવાના ઇરાદે નીકળેલ ત્યારે ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમને ઝડપી પાડવામા આવ્યા તેમાં પકડાયેલ ઇસમો (૧) સંતોકસીંગ ગુરમુખસીંગ ચીકલીગર ( રહે. ગરૂડેશ્વર રણછોડજી મંદિર ફળીયુ તા.ગરૂડેશ્વર) (૨) ગુરુચરણસીંગ ત્રિલોકસીંગ સરદારજી (રહે. ઘોઘંબા પાલ્લી રોડ મસ્જીદની પાછળ તા.ઘોઘંબાજી.પંચમહાલ.) (3) ગુરુદયાલસીંગ ઉર્ફે ગુરુ બચ્ચનસીંગ ચીકલીગર ગણસીંડા તા.તિલકવાડા પકડાયેલ ઇસમોની ઝડતી તપાસ કરતા એક પ્લાસ્ટિકના મીણીયા થેલામાંથી બે મોટા લોખંડના ડીસમીસ તથા એક લોખંડનું વાંદરી પાનુ મળી આવેલ. તેમજ તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨૩,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫૦૦૦/- તથા મો.સા નંગ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- નો મળી કુલ કિ.રૂ. ૬૮,૦૦૦/-
નો મુદામાલ મળી આવેલ. મુદ્દામાલ વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલનહી કે કોઇ આધાર પુરાવા આપેલ નહી જેથી આ ઇસમ કોઇ મિલ્કત સબબ ગુનાને અંજામ આપવા માટે આવેલ હોવાની હકિકત જણાઇ આવતા આ ઇસમને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં રાત્રીદરમ્યાન ઘરફોડ ચોરી કરવાના ઇરાદે નીકળેલ હોવાની હકીકત જણાવેલ. જેમણે ઘરફોડ ચોરીની
કબુલાતો કરેલ છે.

Advertisement

રાજપીપલા ખાતે શિવશકિત સોસાયટીની જમણી બાજુના પહેલા મકાનમાં તા.૨૪/૦૨/૨૦૨૨ ના રોજ ચોરીનો પ્રયાસ કરેલ હોવાનુ પણ કબુલાત કરેલ છે. રાજપીપલા ખાતે કાળીયાભુત ચોકડી પાસે આવેલ ચિત્રકુટ સોસાયટીમાં મકાન નં.બી/૫૫ નુ મકાનમાં
તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ દરવાજાનુ તાળુ તોડી ચોરી કરવા માટે ગયેલ પરંતુ ઘરમાંથી કોઇ રોકડ રકમ કે સોના ચાંદી મળેલ નહી હોવાનુ કબુલાત કરેલ છે.

છોટાઉદેપુર જીલ્લાના નસવાડીમાં ગોવિંદપાર્ક સોસાયટીના ઘર નંબર ૧૬ નુ દરવાજાના તાળુ તેમજ નચુકા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ તથા દાગીનાની તા.૨૬/૦૯/૨૦૨૧ ના રોજ રાત્રીનાસમયે ઘરનું તાળુ તોડી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

જયારે (૧) રાજેન્દ્રસિંગ રાજુલિંગ સિકલીગર રહે.વડોદરા(૨) ચંદનસીંગ જીવણસીંગ સીકલીગર રહે.વડોદરા, સીકલીગર ગેંગને ઝડપી પાડી જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪અનડીટેક્ટ ઘરફોડ ડીટેક્ટ કરી આરોપીઓને વધુ તપાસ અર્થે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનને સોંપી આગળને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીછે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ઉમેદવારોના માર્કસ પ્રસિદ્ધ કરવા કલેકટરને લેખિત આવેદન પાઠવતા યુવાનો

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ પાસે આવેલ રંગ કૃપા સોસાયટી ના એક મકાન માં ટ્રિપલ હત્યા થી ખળભળાટ…… જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!