આજે 1 લી જૂન એટેલ વિશ્વ દૂધ દિવસ, વિશ્વ નેલપોલિશ દિવસ તરીકે ઉજવાય છે પણ આ સાથે આજે એક ખાસ દિવસ છે જે ખુબ જ ઓછા લોકો જાણે છે આજે સામુહિક જન્મ દિવસ તરીકે પણ આ દિવસને ઉજવવામાં આવે છે. મોટા ભાગના લોકોના જન્મદિવસની તારીખ શિક્ષકો દ્વારા નોંધવામાં આવી છે.
પહેલાના જમાનામાં કોઈ ટેક્નોલોજી, સાક્ષરતા કે જાગૃતા આજના સમય જેટલી ન હતી. જયારે બાળક કે બાળકીનો જન્મ થતો ત્યારે તેમની નોંધણી કરવાનું કે તેમની જન્મ તારીખ નોંધવાની કોઈ તસ્દી પણ લેતા ન હતા. પહેલાના સમયમાં જયારે સ્કૂલમાં ભણવા માટે મુકવામાં આવે ત્યારે જન્મદિવસની સાચી તારીખ ખ્યાલ ન હોવાને કારણે વાલીઓ આજની એટલે કે 1 લી જૂન તારીખ નોંધાવી દેતા હતા. શાળામાં એડમિશન 1 લી જૂનના રોજ શરુ થાય છે.
કેટલાક લોકોનો જન્મ ખરેખર આ દિવસે થયો હોય છે તો કેટલાક લોકો ગ્રામ્યવિસ્તારમાં આવતા હોવથી યોગ્ય દસ્તાવેજ અને જન્મનું પ્રમાણ પત્ર ન હોવાને લીધે શાળામાં આજની તારીખને જન્મતારીખ તરીકે નોંધી દીધી હતી.
મોટા ભાગનું શૈક્ષણિક સત્ર 1 લી જૂનના દિવસે શરૂ થતું હતું. જન્મ તારીખ યાદ ન હવાને કારણે શાળાના ચોપડે તો તારીખ નાખવાની હોવાથી આ તારીખને જ જન્મ તારીખ ગણીને શાળામા નામ નોંધવાનું શરુ થતું હતું. આ કારણોસર 1 લી જૂનના દિવસે સામુહિક જન્મ દિવસ તરીકે ઉજવામાં આવી રહ્યો છે. મોટા ભાગના પહેલાના લોકોના જન્મદિવસ આ દિવસે આવતા હોય છે.
ગુજરાતના ધારાસભ્યો માટે પણ જૂન મહિનો સારો ગણાય છે અને 182 ધારાસભ્યોમાંથી 51 જેટલા સભ્યો લગભગ 28 ટકા તો જૂનમાં જન્મ્યા છે. આ 51 માંથી 36 ધારાસભ્યોનો જન્મદિવસ આજે એટલે કે 1 લી જૂનના રોજ થયો છે.