લીંબડી કેળવણી મંડળ સંચાલિત એન.એમ. હાઈસ્કૂલ ખાતે આજરોજ એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિધ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે વધુમા વાત કરવામાં આવે તો બાઈસેગના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આવેલ મહાનુભાવો દ્વારા પણ વિધ્યાર્થીઓને એક અલગથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓએને આગળ ધોરણ 10 અને 12 પૂર્ણ કર્યાં બાદ આગળ શું ભણવું, કયાં પ્રવાહમા આગળ વધવું વગેરેનું આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ શિબિરમાં 500 ઉપરાંત વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે સેમીનારમાં તાલુકા હેલ્થ ઓફિસર જૈમિન ઠક્કર, બીએ.કન્યા વિધાલયના આચાર્ય ક્રિષનાબા, આજ શાળાના આચાર્ય સંદિપભાઈ પટેલ, મનુભાઈ જોગરાણા તેમજ લીંબડી કેળવણી મંડળની તમામ શાળાઓના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ સંચાલન પીજી પરમાર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી એન.એમ. હાઈસ્કૂલ ખાતે માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
Advertisement