ગુજરાત રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી સતત સસ્પેન્સ ચાલી રહ્યું હતું કે હાર્દિક પટેલ કઈ પાર્ટી સાથે જોડાશે અને શું નિર્ણય લેવામાં આવશે. હાર્દિક પટેલ 2 જૂને વિધિવત ભાજપમાં જોડાશે. આજે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ નક્કી થઇ ગયો છે અને તે કમલમમાં સી આર પાટીલના હાથે કેસરિયો ધારણ કરશે. ગુજરાતના રાજકારણ માટે આ ખુબ જ મોટા સમાચાર છે.
હાર્દિક પટેલ આ પહેલા કોંગ્રેસ પક્ષમાં કાર્યકારી અધ્યક્ષ હતા પરંતુ કોંગ્રેસ પક્ષમાંથી રાજુનામુ આપ્યા બાદ ચર્ચાઓ શરુ થઇ ગઈ હતી કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. આજે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના સમાચાર પર મોહર લાગી ગઈ છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાતા પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. અલ્પેશ કથીરિયા દ્વારા હાર્દિક પટેલને શુભેચ્છા પાઠવામાં આવી છે.
2 જૂનના 12 કલાકે ધારણ કરશે કેસરિયો ખેસ અને આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત અનેક મોટા નેતા હાજર રહી શકે છે તો બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી પણ કાર્યક્રમમાં રહેશે હાજર. ભાજપના રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે.
નોંધનીય છે કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાતા ભાજપ આ વર્ષે આવી રહેલી ચૂંટણી માટે પાટીદારના મત મેળવવા માટે હાર્દિક પટેલ ટ્રમ્પ કાર્ડ સાબિત થશે અને હાર્દિક પટેલના સમર્થકો પણ ભાજપને ટેકો આપશે. બીજી તરફ હાર્દિક પટેલ સાથે અનામત આંદોલનના સાથીદાર હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર નારાજગી દર્શાવી શકે તેમ છે. આ અગાઉ પણ હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકું તેમ છું.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા અનામત આંદોલનના કેસો પાછા ખેચાસે કે કેમ અને આંદોલનમાં થયેલા શાહિદ પરિવારને ન્યાય અપાવશે તે હવે આગળ જોવાનું રહેશે. હાલ હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણના સમીકરણો બદલી જશે અને તેની અસર આવતી વિધાનસભાની ચૂંટણી પર રહેશે.