ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડી.એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩. ૨૦૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫, એ,ઇ,૯૮ (૨) ૮૧ મુજબ (૨) જેતપુરપાવી પોલીસ સ્ટેશન ૩.ગુ.ર.નં ૭૩૮/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એ, ઈ,૯૮ (૨) ૮૧,૮૩ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી જેન્તીભાઈ દેસીંગભાઈ કોઠારીયા ઉ.વ.૨૬ રહે.ઘોડીયાદરા તા.કઠીવાડા જિ.અલીરાજપુર એમ.પી નાને મોરબી જિલ્લાના ચારાવડા ગામેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ કરી હતી.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર