સુરતના ગ્રામ પંચાયતમાં વિવિધ વિસ્તારમાં કાચા રસ્તાઓ હોય તેમજ બ્રિજ બાંધવાના પણ જરૂરી હોય તે અંગે ગાંધીનગર ખાતે ઉચૈયા તથા ભચાદર ગામના પ્રશ્નો બાબતે મંત્રી વિનોદ મોરડીયા તથા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે ભચાદરથી કડિયાળી નોનપ્લાન રસ્તોની મંજૂરી તેમજ જોબ નંબર ફાળવવા તેમજ ઉચૈયાથી લોઠપૂર જવાના રસ્તા પર ધાતરવડી નદીમાં મેજર બ્રિજ મંજુર કરવા માટે રજુઆત કરી આ તકે સુરત કતારગામ મહામંત્રી મંગળુભાઈ વસરા તથા પ્રતાપભાઈ બેપારીયા, સરપંચ ઉચૈયા તખુભાઇ, ધાખડા સરપંચ ભચાદર, દિલુભાઈ ધાખડા, ઉપસરપંચ ઉચૈયા મંત્રી દ્વારા વિવિધ કાર્યોની માંગ સાથે ગાંધીનગર ખાતે જઇ આ રસ્તાઓની કામગીરી વહેલી તકે મંજૂરી આપી કરવામાં આવે તેવી માંગ કરી છે.
Advertisement