પ્રધાનમંત્રી દ્વારા તા. ૨૯ મે ૨૦૨૧ ના રોજ પ્રધાનમંત્રી કેર યોજના અનાવરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ચિલ્ડ્રન યોજના અમલીકરણ માં મુકવામાં આવી હતી, યોજના અંતર્ગત જે બાળકો કોરોનાના કારણે તા. ૧૧ માર્ચ 2020 બાદ અનાથ થયેલ હોય, જે બાળકોના માતા પિતા પૈકી કોઈ એકનું મૃત્યુ કોરોના પહેલા થયેલ હોય અને એક વાલીનું મૃત્યુ કોરોના થવાને કારણે થયેલ હોય, કાયદાકીય વાલી અથવા એ વાલી જેમણે બાળકને દત્તક લીધેલ હોય અને કોરોનાના કારણે જેનું મૃત્યુ થયેલ હોય તેવા બાળકોને શિક્ષણ સ્વાસ્થ્ય અને પગભર કરવાના હેતુથી બાળક ૨૩ વર્ષનો થાય ત્યાં સુધી રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની મર્યાદામાં ઉંમર પ્રમાણે સહાય આપવામાં આવી છે.
તા. ૩૦ મે ૨૦૨૨ ના પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને સમગ્ર દેશના પી એમ કેર ફોર ચિલ્ડ્રન યોજનાના લાભાર્થીઓનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત ખેડામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, જિલ્લા કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા નિવાસી અધિકારી બી. એસ. પટેલ સહિત જિલ્લા અધિકારીઓની ઉપસ્થતિમાં પી એમ કેર ફોર ચિલ્ડ્રન યોજનાના લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લાભાર્થીઓના પ્રમાણ પાત્રો રિલીઝ કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી એ દેશના લાભાર્થી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું અને મા ભરતી તેમની સાથે જ તેવી હિંમત બાંધી ઉચ્ચ કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય તેવું માર્ગદર્શન આપ્યું. આ અન્વયે જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી ખાતેથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ખેડા જિલ્લાના ૯ લાભાર્થી બાળકોને પ્રમાણ પત્ર તથા સ્કૂલબેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, ચોપડી, વાર્તાની ચોપડીઓની કીટ આપી તેઓ સાથે સંવાદ કર્યો હતો. પી એમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગતના લાભાર્થી બાળકોને જે.જે. એક્ટ ૨૦૧૫ મુજબ કાર્યવાહી કરીને https://pmcaresforchildren.in/ માં એનરોલ કરીને યોગ્ય પુરાવાઓની ચકાસણી બાદ દેશના ૪૩૪૫ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પી એમ કેર ફાયર ચિલ્ડ્રન યોજના અંતર્ગત ખેડા જિલ્લાના કુલ ૯ બાળકોના પોસ્ટ એકાઉન્ટમાં તા. ૨૭ એપ્રિલ ૨૦૨૨ ના રોજ કુલ રૂ. ૭૧,૧૦,૧૫૦ ની સહાય કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવેલ છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ તમામ બાળકોને કેન્દ્ર સરકારની આ આર્થિક સહાય ઉપરાંત કેન્દ્ર સરકારની સ્પોન્સરશિપ યોજના અંતર્ગત માસિક રૂપિયા બે હજારની સહાય 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવાની શરતે આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માસિક રૂપિયા ચાર હજારની સહાય 21 વર્ષ પૂર્ણ કરે ક્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવાની શરતે આપવામાં આવેલ છે.તમામ બાળકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડ આરોગ્ય વિભાગ, ભારત સરકાર દ્વારા તથા NFSA -૨૦૧૩ અંતર્ગત મફત અનાજનો લાભ પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ