Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ધારોલી ગામે એલસીબી એ દારૂનો ગોળ વેચતા ત્રણ વેપારીને ઝડપી લીધા.

Share

ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે ભરૂચ એલસીબી એ દેશી દારુ બનાવવાના ઉપયોગમાં આવતા અખાધ ગોળ, ફટકડી તેમજ મહુડાના જથ્થા સાથે ત્રણ વેપારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જીલ્લામાં દારુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા અખાધ ગોળનું વેચાણ સંબંધી તેમજ દેશી દારુની ભઠ્ઠીઓના કેસ બનાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લા પોલીસ તંત્રને સુચના આપવામાં આવેલ હોઇ, તે અંતર્ગત ભરુચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ જે.એન. ભરવાડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે કેટલીક દુકાનોમાં દેશી દારુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા અખાધ ગોળનું વેચાણ થાય છે.

એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબ ધારોલી ગામે જઇને તપાસ કરતા ગામમાં કબુતરખાના પાસે આવેલ ત્રણ દુકાનોમાં દેશી દારુ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અખાધ ગોળ, ફટકડી તેમજ મહુડાનો જથ્થો મળી આવ્યો હતો. જે મુજબ કબુતરખાના નજીક આવેલ જલારામ પ્રોવિઝન સ્ટોરમાંથી ગોળ, ફટકડી અને મહુડા મળી કુલ રુ.૨૯૯૫૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અન્ય રાકેશ પ્રોવિઝન સ્ટોરમાંથી ગોળ, ફટકડી તેમજ મહુડા ઉપરાંત એક ફોર વ્હિલ ટેમ્પો મળીને કુલ રુ.૨૮૩૫૦૦ નો મુદ્દામાલ મળ્યો હતો, જ્યારે જયકુબેર પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી ગોળ, ફટકડી તેમજ મહુડા મળીને રુ. ૪૩૩૮૦ નો મુદ્દામાલ મળ્યો હતો. એલસીબી પોલીસે આ ત્રણ દુકાનોમાંથી કુલ રુ.૩૪૨૮૩૦ નો મુદ્દામાલ કબજે લઇને મુકેશભાઇ નગીનલાલ મોદી, પ્રવિણચંદ્ર મનુભાઈ ઉર્ફે મનહરલાલ મોદી તેમજ રાકેશભાઇ મહેશચંદ્ર મોદી ત્રણેય રહે.ગામ ધારોલી,તા.ઝઘડિયાનાની ધરપકડ કરી હતી, અને તેમના વિરુધ્ધ ત્રણ અલગઅલગ ગુનાઓ નોંધીને વધુ તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યા હતા. જ્યારે આ ગુના અંતર્ગત ત્રણ ઇસમો સંજયભાઇ અરવિંદભાઇ ગાંધી રહે.અંકલેશ્વર, મહેન્દ્ર ઉર્ફે ગોપી રહે.ડહેલી તેમજ નરહરિ ઉર્ફે જુગનુ ચીમનભાઈ મોદી રહે.અંકલેશ્વરનાને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર : SMA-1 બીમારીથી પીડાતા પાર્થ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ProudOfGujarat

ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ‌ગુમાનદેવની પ્રાથમિક શાળાને દત્તક લઇ સમાજ સેવાનું ઉમદા કાર્ય કરાયું…

ProudOfGujarat

ઝઘડિયાની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અનોખું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!