માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન જી આઇ પી સી એલ એકેડેમીને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શ્રેષ્ઠ શાળા એવોર્ડથી સન્માનિત કરવામાં કંપની વર્તુળ સહિત સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે અને ઠેર ઠેર ઠેરથી શાળાને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેનો ગોલ્ડન જ્યુબલી મેમોરિયલ ટ્રસ્ટ એવોર્ડ સમારોહ ઉજવી રહ્યું છે તે અંતર્ગત સુરતમાં 28 મી મેના રોજ એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો જેમાં શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ શાળાનો એવોર્ડ ભારતીય વિદ્યાભવન જી આઇ પી સી એલ એકેડમી એનાયત કરવામાં આવ્યો જે શાળા જ નહીં પરંતુ સમગ્ર જી.આઇ.પી.સી.એલ પરિવાર માટે ગૌરવપૂર્ણ બાબત છે.
ઉત્કૃષ્ટ શાળા માટે તેઓ દ્વારા કેટલાક માપદંડો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષની કામગીરી ધરાવતી શાળાઓ જ આ એવોર્ડ માટે પાત્ર હતી. આ સિવાય અન્ય અગત્યની બાબતો જેવી કે, એન્ટ્રીઓ વ્યક્તિગત શાળાઓના નામે હોવી જોઈએ અને મેનેજિંગ ટ્રસ્ટ/સોસાયટીના નામે નહીં, છેલ્લા 3 વર્ષથી સબમિટ કરવાની વિગતો જેમાં વિવિધ વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો અહેવાલ, વિવિધ બોર્ડ પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ યોજનાઓમાં વૃદ્ધિ વિશે વિગતો, શિક્ષકની જમાવટની પહેલ અને અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓની વિગતો, વધુ સારા શિક્ષણ માટે ટેક્નોલોજીના વિકાસનો અહેવાલ, સહ-અભ્યાસક્રમ / અભ્યાસ રમત/કલા વગેરે પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનની વિગતો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓનો અહેવાલ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ દરેક વિગતોની ફાઈલો શાળા દ્વારા દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સબમિટ કરવામાં આવી હતી અને દરેક માપદંડોમાં શાળા ખરી ઉતરી હતી.
આ સફળતાનો શ્રેય ખરા અર્થમાં શાળાનાં આચાર્ય વૈભવ અગ્રવાલને જાય છે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સતત કાર્યશીલ રહીને શાળાને આ સફળતાનો માર્ગ બતાવ્યો છે. મહેનત રંગ લાવી હતી તેઓના માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને શાળાનાં શિક્ષકોનાં અસીમ પ્રયાસોથી આ સફળતા પ્રાપ્ત થઈ છે. શાળા દ્વારા કરવામાં આવેલ કામગીરી માટે શાળાને સન્માનીત કરવામાં આવી છે.
શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે તથા દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું યોગદાન પણ મહત્વપૂર્ણ હોય છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લે છે આ રીતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ શાળા કાર્ય કરે છે. શાળાનું દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન રહ્યું છે વિદ્યાર્થીનીઓના વિકાસ અને ચરિત્ર ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા, અને હંમેશાં શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ અપાયો છે શાળામાં સર્વાંગી, સર્વગ્રાહી શિક્ષણ હંમેશાં સર્વ વિદ્યાલયના સિધ્ધાંતો મુખ્ય ઘટક રહ્યા છેઅને દરેક વિદ્યાર્થીમાં શ્રેષ્ઠતા લાવવા પર કેન્દ્રિત છે. આગામી વર્ષોમાં અમે આ હેતુઓને વિકસાવવા માટે કટિબધ્ધ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ