નર્મદા જિલ્લાના માંડણ ગામે કરજણ નદીમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયાં છે. ઘટનાની જાણ છતાં જ રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં મોડી સાંજે એક
મહિલાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ રાત સુધી કરવામાં આવી હતી પણ વહેલી સવારે બાકીના ચારના મૃતદેહો એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને શોધી કાઢ્યા હતા અને તમામ મૃતદેહોને રાજપીપલા સિવિલ હોસ્પિટલમા મોકલાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાથી ભરૂચ જિલ્લાનો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા આવ્યો હતો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં કરજણ નદીમાં ભરાતા પાણીમાં બોટિંગ કરવા માટે મોટીસંખ્યામાં પ્રવાસીઓ માંડણ ગામે ફરવા આવતા હોય છે. આવો જ એક પરિવાર ભરૂચજિલ્લામાંથી અહીં ફરવા આવ્યો હતો. અહીંલોકો હોડકામાં બેસીને પાણીમાં સહેલ કરવાની મજા માળતા હોય છે. આ પરિવાર પણ એક હોડકું લઈને જાતે જ પાણીમાં સહેલ કરવા ગયા હતા. આ સમયે કોઇ કારણસર હોડકું ઊંધું વળી ગયું હતું જેથી તેમાં બેસેલાં પાચેય લોકો પાણીમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને પગલે કિનારા પર રહેલા લોકોમાં દેકારો મચી ગયો હતો. તેઓએ તરત જ તંત્રને જાણ કરતાં રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે અન્ય લોકોના મૃતદેહ મોડી રાત સુધી મળ્યા નહોતા.બાકીનાના મૃતદેહ સવારે મળ્યા હતા આ પરિવારની ઓળખ થઈ શકી નથી પણ પરિવાર ભરૂચ જિલ્લાના જોલવા ગામના હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉં.વ 35), જીગનીશાબેન પરમાર જનકસિહ પરમાર (ઉ.વ 32),પૂર્વરાજ જનકસિહ (ઉં.વ 8), વિરપાલસિહ પરબતસિહ ચૌહાણ (ઉ.વ 27) તથાખુસિબેન સંગીતાબેન વિરપાલસિહચૌહાણ (ઉ.વ 24) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતીસૌંદર્ય નિહાળવા માટે આવ્યા હતા ત્યારે હોડકું ઊંધુ વળી જવાથી આ દુર્ઘટના ઘટી હતી.
દીપક જગતાપ, રાજપીપળા