આજરોજ મળેલી મિટિંગમાં અવારનવાર પત્રકારો પર થતી હિંસા આવનારા દિવસોમાં ન થાય તેને લઈ ચર્ચા સાથે નિર્ણયો લેવાયા, તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારીની નિમણુક કરાઈ.
નેશનલ પ્રેસ એસોસિએશનથી જિલ્લાના પત્રકારોને અવગત કરાવ્યા બાદ પત્રકારના હિત, સુરક્ષા અને સનમાન માટે વિસ્તૃત ચર્ચા કરાઇ અને ખાસ પત્રકારોને નિશુલ્ક સુરક્ષા કવચ એનાયત કરવા વિવિધ ચર્ચાઓ કરાઇ તેમજ પત્રકારો ઉપર થતા હુમલા અને ફરિયાદ વગેરેના નિવારણ લાવવા પ્રયાસો હાથ ધરાયા, એકતા શું છે ?, શા માટે એકતા જરૂરી છે ? જેવા મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન પ્રદેશ મંત્રી રાજેશ હિન્દુજા દ્વારા અપાયું.
NPA ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં એકતાનો અભાવ છે, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનાં પત્રકારો ઉપર થતા અન્યાય સામે લડત આપવા સંગઠિત રહેવું જરૂરી બન્યું છે. ગુજરાતના 33 જિલ્લામાં ૨૫૨ તમામ તાલુકાના પત્રકારોનું સંગઠન બનાવી એકતા વધારવી જરૂરી છે, એ પણ વિના જે હાલ NPA નિશુલ્ક ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી ગુજરાતના તમાત જિલ્લાના પત્રકારોનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના પત્રકારો પણ સાથે જોડાયા છે. પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા દ્વાર ભરૂચ જિલ્લાના પ્રભારી તરીકે રિઝવાન સોડાવાલાની નિમણુક કરવામાં આવી તેમજ સુરતના નીરવ મુન્શીને દક્ષિણ ગુજરાત જિલ્લાનાં પ્રભારી જાહેર કરાયા
આવનારા દિવસોમાં NPA ગુજરાત રાજ્યની લીગલ કમિટીની રચના કરવામાં આવીજે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જેમાં ગુજરાતના અનુભવી વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મિટિંગમાં ભાવનગરથી ગુજરાત મેસેજના તંત્રી અને નેશનલ પ્રેસ એસોસિએશનના આઈટી સેલ ઇન્ચાર્જ મેહુલભાઈ ડી શાહ તેમજ પ્રદેશ પ્રભારી વિજય ભાઈ મૈસુરીયા અને વિવિધ શહેરોમાંથી પત્રકારો એ ખાસ હાજરી આપી હતી. આ મિટિંગમાં ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ દેત્રાલ ગામ સરપંચ નોફેલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.