અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળાના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન થતું હોય છે
ગૌમાતાની સેવા અર્થે સુંદર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ગૌશાળાના માધ્યમથી હિન્દુ પરંપરા અને હિન્દુત્વનો વારસો જાળવી રાખવા પૂજન કરવું ખૂબ જ આવશ્યક છે જેથી પાનોલી ગૌશાળાના માધવપ્રિય સ્વામી અને તેઓના સંતગણ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અને સરસ ગાયનું પૂજન અર્ચન કરવામાં આવે છે સાથે ગત તારીખ 28/5 ને શનિવારના રોજ ઋષિકુર ગૌશાળા ખાતે ભરૂચના સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધર્મ સેનાના અનુયાયીઓ પણ જોડાયા હતા અને અંકલેશ્વર મારવાડી સમાજ દ્વારા સુંદર ભજન સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન મારવાડી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માધવપ્રિયસ્વામી જણાવ્યું હતું કે ગાય માતાનું પૂજન કરવાથી આપણને સુખ સંપત્તિ સંપૂર્ણ પ્રાપ્ત થતી હોય છે તથા ગાય માતાના દૂધ, છાણ, ગૌમુત્ર સહિતની ઔષધિથી આપણે રોગમુક્ત પણ રહીએ છીએ જેથી આપ સર્વે ગાય માતાનું પૂજન કરવું ખૂબ જ જરૂરી છે અને એ આપણી હિંદુ પરંપરા પણ છે ગૌમાતાનું પૂજન કરવું.
અંકલેશ્વર પાનોલી ખાતે ઋષિકુર ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો.
Advertisement