Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાની ૯૧ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકના હુકમો એનાયત કરાયા.

Share

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં આંગણવાડીના કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી કરવામાં આવી છે. તે નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે તેમજ મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રદ્ધાબેન બારીયા, કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવી અને રસ્મિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં ૯૧ જેટલી બહેનોને નિમણૂંક હુકમ એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં નર્મદા જિલ્લો આદિજાતિ અને એસ્પિરેશનલ જિલ્લો હોઇ, નાના બાળકોનો આરોગ્ય અને પોષણ જળવાઈ રહે અને ગુણવત્તાવાળું શિક્ષણ પણ મળી રહે તે માટે કામગીરી કરવા હાકલ કરી હતી. સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્ય અને પોષણ વિશે જાણકારી આપવી તથા બાળકોમાં અને માતાઓની તંદૂરસ્તી તથા પોષણસ્તરમાં સુધારો કરવા માટે પ્રયાસરત રહેવા માટે સૂચન કર્યું હતું. તેની સાથોસાથ સોપવામાં આવેલ તમામ કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. આંગણવાડીના બહેનો સાચા અર્થમાં માતાયશોદા બનીને બાળકોની સાર-સંભાળ રાખે છે. વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આંગણવાડીના લાભાર્થીઓને સમયસર મળી રહે તે માટે ખાસ કાળજી રાખવા પર્યુષાબેન વસાવાએ વધુમાં ઉમેર્યુ હતું.

મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રદ્ધાબેન બારીયાએ નવ નિયુક્ત કાર્યકર અને હેલ્પર બહેનોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવા માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ખાસ કરીને નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો હોઇ સગર્ભા, ધાત્રી અને બાળકોની ખાસ કાળજી રાખી જિલ્લાને સૂપોષિત કરવાની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસ બાળકોને અભ્યાસક્રમ મુજબ આપવામાં આવે તે માટે સતત પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો અને જિલ્લામાં બાળકોને પોષણ કીટ વિતરણ અને બાળકોની આરોગ્યની તપાસ થઈ શકે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ ઉમેર્યુ હતું.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ અતુટ રહ્યો

ProudOfGujarat

રાજપીપળા દરબાર રોડ પર ધુળેટીના દિવસે નજીવી બાબતે ધીંગાણું કોયતા વડે હુમલામાં એક મહિલાને ઈજા.

ProudOfGujarat

વડોદરા કલેકટર કચેરીએ ઓમિક્રોન વાયરસ અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!