ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં રહીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ એ પોતાની એક અલગ ઓળખ બનાવી છે, સખત સઘર્ષ અને પરિશ્રમ બાદ પોતાનું સ્વપ્ન એવું નવું મકાન બનાવ્યુ છે.
નવા મકાનના ગૃહ પ્રવેશ પ્રસંગે માતા પિતાના આશીર્વાદ લેતા જ પિતા ભાવુક બન્યા હતા અને તેમની આંખો ભરાઈ ગઈ હતી. ભગવાન સત્યનારણની કથા સાથે ગુહ પ્રવેશ કરતી દીકરી સરિતાની મહેનત અને પ્રગતિના સાક્ષી એવા માતા પિતાએ તેને વ્હાલ કરી આશીર્વાદ આપ્યા હતા, સરિતાએ આ સમયે પોતાનું સ્વપ્ન પૂરું થતા ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગ્રામીણ વિસ્તારોના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર કાઢવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી જેને કારણે ડાંગ જેવા આદીવાસી અને પછાત વિસ્તારમાં એ પણ ખુબ જ અંતરિયાળ ગામમાં કોઈ પણ સુવિધા વગર ઉછરેલી સરિતા ગાયકવાડ મહેનતથી આજે પોતાની અલગ ઓળખ બનાવી છે, અને ગરીબીમાંથી પોતાના પરિવાર બહાર લાવી એક સુવિધા સભર જીવન આપ્યું છે.