કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જનતાના ઉત્કર્ષ માટે સરકારે અમલી બનાવી છે. ગ્રામ વિકાસ એજન્સી, ખેડા – નડિયાદ દ્વારા ખેડા અને આણંદ જિલ્લાનો બૃહદ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ અર્થે ખેડા અને આણંદ જિલ્લાના તમામ સરપંચોનો વર્કશોપ ઈપ્કોવાળા હોલ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના આગામી કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણજી, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ગુજરાત સંગઠન ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયાજી, આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ(બકાભાઈ), જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, મહામંત્રી વિકાસભાઈ, અજયભાઈ, નટુભાઈ, ધારાસભ્ય માતર કેસરીસિંહ સોલંકી,ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા કલેકટર કે.એલ.બચાણી,ડી.ડી.ઓ મેહુલભાઈ દવે, DRDA નિયામક રાણા, APMC ચેરમેન અપૂર્વ પટેલ, વિમલભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ