– ટીટોડીના ઈંડા આગામી વરસાદનો વરતારો, પ્રાચીન અવલોકન અને કોઠાશૂઝ ખુબ જ અગત્યની માહિતી.
માંગરોળ તાલુકાના નાંદોલા ગામમાં વસંત ગૌમાન ચૌધરીના ખેતર નજીક ટીટોડીએ ચાર ઈંડા મુક્યા. આ ટીટોડી નામનું પક્ષી ચોમાસા આગળ ચારથી વધુ ઈંડા મૂકે છે. ટીટોડીના ઈંડા પરથી વરસાદના વરતારાની આગાહી પહેલાના વડવાઓ કરતા હતા. આ વખતે ચાર ઈંડા મુક્યા છે તો ચારે દિશાઓમાં સારો વરસાદ પડશે એવુ માનવામાં આવે છે. આ અંગે ઇશનપુર ગામના વડીલ વસંતભાઈ વાણીયાભાઈ ચૌધરી એ જણાવ્યુ કે ટીટોડી એ ચાર ઈંડા મુક્યાં છે તો આ વર્ષે ચોમાસામાં મુશળઢાળ વરસાદ પડશે તેથી ખેડૂતોનું ધન્ધાન્ય ખૂબ પાકશે એમ જણાવ્યું હતું. આ વર્ષે ટીટોડીના ઈંડા સપાટ જમીન પર હોવાથી આ વર્ષે વરસાદ સારો વરસશે એમ માનવામાં આવી રહ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement