Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી બે દિવસીય ડ્રોન મહોત્સવનું કર્યું ઉદ્ધાટન.

Share

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી બે દિવસીય ડ્રોન મહોત્સવ 2022 નું ઉદ્ધાટન કર્યું. આ દરમ્યાન તેમણે પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, હું ડ્રોન પ્રદર્શનથી પ્રભાવિત છું. 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બનશે. તેઓએ વધુમાં કહ્યું કે, જે-જે સ્ટોલમાં આજે હું ગયો, ત્યાં તમામ લોકો ગર્વ સાથે કહેતા હતા કે આ મેડ ઈન ઈન્ડિયા છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ ઉત્સવ માત્ર ડ્રોનનો જ નથી. આ નવા ભારત નવી ગવર્નેસનો ઉત્સવ છે. ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સવ જોવા મળી રહ્યો છે, તે અદ્ભુત છે. આ જે ઉર્જા દેખાઈ રહી છે, તે ભારતમાં ડ્રોન સર્વિસ આધારિત ઈન્ડસ્ટ્રીની લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. પીએમે કહ્યું કે, આ ઉર્જા ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. આ આઠ વર્ષ પહેલાનો સમય હતો, જ્યારે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પહેલાની સરકારોએ ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ સમજી તેને ગરીબ વિરોધી સાબિદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આ કારણે 2014 થી પહેલા ગવર્નેંસમાં ટેક્નોલોજીના ઉપયોગને લઈને ઉદાસીનતાનું વાતાવરણ રહ્યું. તેનું સૌથી વધુ નુકસાન ગરીબનું થયું. ઉપયોગને લઈને ઉદાસીનતાનું વાતાવરણ રહ્યું. તેનું સૌથી વધુ નુકસાન ગરીબ લોકોને થયું, વંચિતને થયુ અને મીડલ ક્લાસને થયું. તેઓએ કહ્યું, ટેક્નિકી માધ્યમથી અમે આગળ વધી અંત્યોદયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું, ડ્રોનનો પ્રયોગ દરેક સેક્ટરમાં કરવામાં આવી રહ્યો છે. આજે ખેડૂતો પણ ડ્રોનનો ઉપયોગ ખેતીમાં કરી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે, તેની મદદથી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. હું સમગ્ર દેશમાં વિકાસ કાર્યોને ડ્રોનની મદદથી ઔચકર નિરીક્ષણ કરું છું. બે દિવસીય આ મહોત્સવમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજનાયિકો, સશસ્ત્ર બળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો, સાર્વજનિક ઉપક્રમો, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ વગેરે સહિત 1600થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે.


Share

Related posts

નવસારીનાં દુવાડા ગામ પાસે મહિલાની હત્યાનો મામલો, લીવઇનમાં રહેતા યુવકે જ મોતને ઘાટ ઉતારી, CCTV ની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

પંચમહાલ : મુસ્લિમ સમાજની યુવતીએ એમ.બી.બી.એસ. ની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ સાથે ગોધરાનુ નામ રોશન કર્યું.

ProudOfGujarat

વડોદરાની શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર મતદાનથી વંચિત..જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!