જામનગરમાં રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે બાળકો તેમજ મહિલાઓને ઉનાળુ વેકેશન નિમિતે વિવિધ પ્રકારના દાંડિયાની તાલીમ બીનાબેન મોડ દ્વારા આપવામાં આવે છે.
રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસના સંચાલક બીનાબેન જણાવે છે કે ઉનાળામાં વેકેશનનો સમય છે બાળકો પ્રવૃત્તિમાં રહે અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરે તે માટે હું ફ્રી સ્ટાઈલ, પંચિયા રાસ સહિતની ગરબાની વિવિધ ટ્રેનિંગ 350 થી 400 બાળકોને આપું છું. રણજીત નગરની સરકારી શાળા નંબર 10 માં નિયમિત બપોરે 3 થી 7 સુધી બાળકો અને મહિલાઓ અહીં ગરબાની તાલીમ મેળવે છે.
વધુમાં તેઓ જણાવે છે કે આજના સમયમાં મોંઘવારીનો યોગ છે વાલીઓ પોતાના બાળકોને પ્રાઇવેટ દાંડિયા ક્લાસીસમાં મોકલે તો તેની મધ્યમ વર્ગીય પરિવારોને ફી પરવડે તેમ ના હોય આથી ગરીબ તેમજ મધ્યમ પરિવારને ધ્યાને લઇને વિનામૂલ્યે એક પણ રૂપિયો લીધા વગર અહીં બાળકોને ડાન્સ અને ગુજરાતી ગરબાની તાલીમ આપવામાં આવે છે.