ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘણા સમય બાદ અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદના જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ પર ઈન્ક્મટેક્સના દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા પડ્યા છે.
અમદાવાદ ઈન્ક્મટેક્સ દ્વારા જે કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે તેના મલિક કમલેશ પટેલ છે અને તે ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાંની એક છે.
અમદાવાદ ઈન્ક્મટેક્સ વિભાગ આજે સક્રિય થતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના વિવિધ સ્થળો પર ઈન્ક્મટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતા સમાચાર મુજબ લગભગ 35 થી 40 ઠેકાણા પર IT એ રેડ પડી છે. અમદાવાદમાં આવેલી ઓફિસ, હિંમતનગરમાં આવેલી ફેક્ટરી તેમજ અમદાવાદમાં રહેતા તેના ભાગીદારો પર પણ ઈન્ક્મટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.
અમદાવાદ IT નું આ મેગા ઓપરેશન છે પ્રાપ્ત સમાચાર મુજબ દરોડામાં ગુજરાત બહાર પણ ઈન્ક્મટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા સાથે અને IT વિભાગના 200 અધિકારો દરોડાની કાર્યવાહી કરી રહી છે. મોરબીમાં આવેલી જોઈન્ટ વેન્ચરમાં પર દરોડો પાડવામાં આવ્યો છે. કમલેશ પટેલ, કાલિદાસ પટેલ, સુરેશ પટેલ, મુકેશ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.