Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના વોર્ડ નં. 6 ના મકતમપુર વિસ્તારમાં ચોમાસા પહેલા પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી કરતાં લોકોને મુશ્કેલી.

Share

ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 ના મકતમપુર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર ચોમાસાના 15 દિવસ પહેલા જ પાણીની પાઇપલાઇનો નાંખવાની કામગીરી શરૂ થતા ફરીવાર લોકોને આ ચોમાસુ પણ કાદવ કીચડમાંથી વાહનો અને પોતે ચલાવવા મજબૂર થવું પડશે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર છ ના મકતમપુર વિસ્તારમાં હાલમાં જ પાંચથી સાત ફૂટ ઊંડી અને ત્રણ થી ચાર ફૂટ પહોળી પાણીની પાઈપલાઈન નાંખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનથી શરૂ કરવામાં આવેલી આ પાઇપલાઇન નાંખવાની કામગીરીને પગલે રોડ ક્રોસ કરતી ગટરોની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે અને ગટરોનું પાણી ચાલુ જ છે અને પાણીના પાઇપો નાંખી આડેધડ માટી પૂરી દેવામાં કોન્ટ્રાક્ટરને ઉતાવળ છે. આડેધડ માટી પુરાણ કરવા તેમજ માટી રોડ ઉપર પાથરી દેવામાં આવી છે એટલું જ નહીં પણ આ મકતમપુર ગામનો મુખ્ય રસ્તો છે અહી હજારો લોકો રોજ વાહનો લઈને અને પગપાળા પસાર થાય છે. અહી સિદ્ધિવિનાયકનું મંદિર આવેલ છે લોકો દર્શન માટે આવે છે પરંતુ આ પાઇપલાઇન નાંખવાની કામગીરીને પગલે હવે તમામ લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. હાલ માટીના ઢગલા રોડ પર જ છે, ગટરોની પાઈપલાઈન રિપેર કરવામાં આવી નથી. ગટર ઉભરાઇ રહી છે અને સામે છેડે ચોમાસાની ઋતુ બારણે ટકોરા મારી રહી છે. જો વરસાદનું સામાન્ય ઝાપટું પડી ગયું તો ફરી મકતમપુરના લોકોને કાદવ-કીચડમાંથી મહિનાઓ સુધી પસાર થવું પડશે.

અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાછલા વર્ષે ડ્રેનેજની પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી તે પણ ચોમાસા પહેલા જ અને ચોમાસાની ઋતુના વરસાદે કોન્ટ્રાક્ટરની તકલાદી કામગીરીની પોલ ખોલી નાંખી હતી. લોકોને રોજ કાદવ કીચડ હટાવીને રસ્તા સાફ કરવા પ્રમુખ, ચીફ ઓફિસરને ફોન કરવા પડતા હતા. ત્યાં હવે ફરીથી આજ રોડ ઉપર બીજી બાજુ પાણીની પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ કરી છે અને આડેધડ કોન્ટ્રાકટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. માટીના ઢગલા અને અધુરુ માટી પુરાણ આગામી ચોમાસાના દિવસોમાં ગામના લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરશે. ચોમાસાનું એક ઝાપટું જ રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજય ઉભું કરશે. લોકોને ચાલવુ મુશ્કેલ બને તે પહેલા પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ મકતમપૂરના રસ્તા પર પેચવર્ક વહેલી તકે કરાવે તેવી લોકોની માંગ છે.

Advertisement

Share

Related posts

સુરત તેમજ અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

ProudOfGujarat

ડમ્પિંગ સાઇડનો વિરોધ – ભરૂચના થામ ગામ પાસેથી ડમ્પીંગ સાઇડ દૂર કરવા સ્થાનિકો તંત્ર સામે મેદાને પડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!