ભરૂચના વોર્ડ નંબર 10 માં ભઠિયારવાડ પાસે આવેલ મચ્છી માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે અહીં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. આ મચ્છી માર્કેટની હાલત અત્યંત દયનીય છે તેવું અહીં મચ્છીના વેચાણ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે.
ભરૂચના વોર્ડ નંબર 10 માં ભઠિયારવાડ પાસે આવેલ મચ્છી માર્કેટની સ્થિતિ અત્યંત દયનીય છે અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ સંપૂર્ણપણે અભાવ છે જેના કારણે મચ્છી વેચાણ સાથે જોડાયેલા લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી પણ મળતી નથી તો બીજી તરફ ગંદકીના કારણે અહીં ગ્રાહકો આવવાનું પણ તાળે છે. ભરૂચની મચ્છી માર્કેટની આસપાસ ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ માર્કેટની હાલત ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોથી પણ બદતર છે. ભરૂચની મચ્છી માર્કેટને નગરપાલિકા દ્વારા વિકસાવવાની આવશ્યકતા હોય તેવું અહીંના મચ્છીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે અન્ય શહેરો જેમ કે સુરત, મુંબઇ અને નવસારીમાં કોર્પોરેશન દ્વારા મચ્છી માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. અહીં ગંદકીના કારણે અમારા ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, અમોને પૂરતા પ્રમાણમાં રોજગારી પણ નથી મળતી, ન્યુ શહેરોની માફક અમોને પણ સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે આસપાસના વિસ્તારમાંથી ઉભરાતી ગટરોની ગંદકી દૂર કરવામાં આવે તો અમોને પણ પૂરતા પ્રમાણમાં રોજીરોટી મળી રહે. ભરૂચનાં વોર્ડ નંબર 10 માં આવેલ મચ્છી માર્કેટને સરકાર દ્વારા વિકસાવવાની આવશ્યકતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તેમજ ઘણી વખત સરકારી ધારાધોરણને ધ્યાને લીધા વગર સરકાર દ્વારા વિવિધ પ્રકારના કરોડોના ખર્ચા કરતાં કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે શાસક પક્ષની સરકારને ભરૂચ માં ફેલાયેલ ગંદકી, તળાવની સાફ સફાઈ કે મચ્છી માર્કેટના વિકાસમાં રસ ના હોય તેવું અહેવાલો જોઈ જાણવા મળ્યું છે.
ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ વિહોણી મચ્છી માર્કેટની હાલત અત્યંત દયનિય.
Advertisement