ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં નગરપાલિકા કેટલીક બાબતોને લઈને ચર્ચામાં આવતી હોય છે ત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે લોકો હેરાન-પરેશાન થઇ ચુક્યા છે અને વારંવાર નગરપાલિકા તંત્ર પાસેથી આ બાબતે કોઈ ઉપાય કરવા માટે સૂચન માંગી રહ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે ક્યાંકને ક્યાંક ચૂપ બેસી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આથી આવનાર સમયમાં જો રખડતા ઢોરના ત્રાસના કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને જવાબદાર કોણ અને આવા ઢોરોના ત્રાસના કારણે ઘણીવાર ગારીયાધાર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં લોકો અને ગંભીર હાનિ પહોંચતી જોઈ શકાય છે. ત્યારે હવે ચૂંટણી ટાઈમે વોટ માગવા આવતા દરેક ઉમેદવારને આ સમસ્યા હલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આમ ગારિયાધારના અનેક સ્થાનો પર રખડતાં ઢોરોના ત્રાસના કારણે લોકોએ આવતા જતા આ ઢોરોના ત્રાસના કારણે સાવચેત રહેવું પડે છે કેમ કે ઘણી વખતે આવો બનાવ પણ સામે આવે છે જ્યારે રખડતા ઢોરના મારવાથી લોકોના અગત્યના અંગ સહિત ઘણી વખત લોકોની જાન પણ જતી હોય છે.
ભાવનગરના ગારિયાધારમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન.
Advertisement