માંગરોળ પોલીસ સ્ટેશનના પી.એસ આઈ પી.એચ નાયીની બદલી થતા તેઓનો વિદાય સમારંભ અને નવા હાજર થયેલા પી.આઈ બી.જી ઈસરાણીનો સત્કાર સમારંભ તાલુકા મથક વિશ્રામ ગૃહ ખાતે યોજાયો હતો.
માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં છેલ્લા 25 મહિનાથી ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી એ કોરોના કાળ દરમિયાન તાલુકામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી સાથે પોલીસ સ્ટેશનની કાયાપલટ કરી અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તાલુકામાંથી કોઈપણ ફરિયાદી તેમની પાસે પહોંચે ત્યારે ફરિયાદીને સંતોષ કારક ન્યાય મળે તેવું વર્તન કરી લોકોના દિલ જીતી લીધા હતા. આ સમયે સન્માન સમારંભમાં ઉપસ્થિત આગેવાનોએ તેમની કામગીરીને બિરદાવી હતી. માંગરોળ મૈસુરીયા સમાજ માંગરોળ તાલુકા પત્રકાર સંઘ તેમજ વિવિધ ગામના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે માંગરોળના ફરજકાળ દરમિયાન મને ઘણું બધું શીખવાનું મળ્યું છે એ મને ભવિષ્યમાં એ કામ લાગશે હું માંગરોળ પોલીસ સ્ટેશન છોડી રહ્યો છું માંગરોળ છોડી રહ્યો નથી માંગરોળ સાથે મારો અતૂટ સંબંધ રહેશે માંગરોળમાં ફરજ બજાવવાનો સમયગાળો મારા જીવનનો એક યાદગાર પ્રસંગ બની ગયો છે. સફળતા પૂર્વક ફરજ બજાવવામાં સ્થાનિક લોકોનો મોટો સહકાર રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. વિદાય, અને સત્કાર સમારંભમાં માંગરોળ ટી.ડી.ઓ ચંદ્રસિંહ પઢિયાર, સુરત જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી, ભીલ ફેડરેશનના ઉત્તમભાઈ વસાવા યુસુફભાઈ કોસાડી, ઈરફાન મકરાણી મકસુદભાઈ માંજરા મોહનભાઈ કટારીયા શાહબુદ્દીન મલેક હિરેન મૈસુરીયા શૈલેષ મૈસુરીયા અતુલ પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ