ભરૂચમાં ભાડભૂત બેરેજ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન યોજનામાં જમીન સંપાદનની કલમ મુજબ વળતર ન મળતા ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનમાં જમીનો સંપાદિત કરતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખૂબ જ દુખની વાત છે. દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી કે વલસાડમાં ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે છે. પરંતુ ભરૂચની ભાડભૂત બેરેજ યોજનામાં સરકાર દ્વારા ખેડૂતોને માત્ર રૂ.852 નું ચૂકવણું કરવામાં આવતા આ વળતર ખેડૂતો માટે યોગ્ય ના હોય આથી જો આગામી સમયમાં સરકાર દ્વારા ભરૂચના ખેડૂતો માટે જમીન સંપાદન ધારા મુજબ વળતર ચૂકવવામાં નહીં આવે તો એકસપ્રેસ-વે ની કામગીરી બંધ કરાવવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ આપી છે.
Advertisement