Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું.

Share

રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી (ડીસેગ) મારફત વર્ષ ૨૦૧૨ થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ વર્ષે કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે આદિજાતી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તયુક્ત ૫૦ કિ.ગ્રા ડી.એ.પી ખાતર, ૫૦ કિ.ગ્રા પ્રોમ ઓર્ગેનિક ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

મદદનીશ કમિશ્નર, જી.એસએફ.સીના અધિકારીઓ તેમજ ૨૧૦ જેટલા પદાધિકારીઓના હસ્તે કિટ વિતરણ કરવામાં આવ્યું. ચાલુ વર્ષ નર્મદા જિલ્લાનાં તમામ તાલુકાના જી.એસએફ.સી કિશાન સુવિધા કેન્દ્રો ઉપરથી કુલ-૬૧૦૨ આદિજાતી ખેડૂતોને શાકભાજી તથા ખાતર કિટનું વિતરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ઉપસ્થિત સહુએ કાર્યક્રનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

આગામી 24 કલાકમાં શાહીન વાવઝોડાનો ગુજરાતને ખતરો : જાણો શું છે ભરૂચ નજીકના દહેજ બંદરની સ્થિતિ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં… અશાંત ધારો 46 વિસ્તારોમાં લાગુ જાણો ક્યાં? ઐતિહાસિક નિર્ણય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!