વડોદરામાં તાજેતરમાં અલકાપુરી વિસ્તારમાં પાંચથી સાત વ્યક્તિઓને રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિક રહેવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના ભાગરૂપે આજે વડોદરા નગરપાલિકાની ટીમ ફરી જાગી વડોદરાના અમુક વિસ્તારોમાંથી રખડતાં પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતાં પશુઓના ત્રાસને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા મેયર કેયુર રોકડિયાની સુચના અનુસાર વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અલકાપુરી વિસ્તાર તેમજ વાઘોડિયા રોડ પર આવેલા વિસ્તારમાં સ્થાનિક લોકોને વધુ પડતી ઇજાઓ ઢોરના ત્રાસને કારણે પહોંચી હોય તે વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે વડોદરા મનપા દ્વારા ઢોર પકડવાની તજવીજ હાથ ધરી હોવાથી લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.
Advertisement