Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિરે એસેટ ફાઉન્ડેશને જીત્યો સીએસઆર હેલ્થ ઈમ્પેક્ટ એવોર્ડ.

Share

ભારતમાં મિરે એસેટના વ્યવસાયોની સીએસઆર શાખા મિરે એસેટ ફાઉન્ડેશન (એમએએફ)એ સીએસઆર કોવિડ પ્રોટેક્શન પ્રોજેક્ટ – સીએસઆર હેલ્થ ઈમ્પેક્ટ એવોર્ડની શ્રેણી હેઠળ પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ જીત્યો છે, જે આઈએચડબલ્યુ ઈન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલ-બિઈંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવ્યો છે. ફાઉન્ડેશન દ્વારા કોવિડ-19 સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રોજેક્ટ્સ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીના સન્માનમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં મફત કોવિડ રસીકરણ ઝુંબેશ અને પરીક્ષણ સંસ્થાઓને હાઇ ટેક કોવિડ પરીક્ષણ સાધનોનું દાન કરવાનો સમાવેશ છે.

સીએસઆર હેલ્થ ઇમ્પેક્ટ એવોર્ડ્સની 6ઠ્ઠી આવૃત્તિ અંતર્ગત આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણના ક્ષેત્રોમાં માન્ય પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ સીએસઆર પ્રોજેક્ટ્સ અને પ્રેક્ટિસની ઓળખ કરીને અને સમાજને લાભ થાય તેવી મોટી અસર સાથે પર્યાવરણ જાળવણીમાં વધુ વ્યાપની સંભાવના હોય તેવા નવા અભિગમો, નવીનતા, પદ્ધતિઓ, તકનીકોને ઓળખી અને પુરસ્કાર આપવામાં આવ્યા.

Advertisement

આ પુરસ્કારો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી રામદાસ આઠવલે અને ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે દ્વારા 19મી મે, 2022ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલ કાર્યક્રમ આપવામાં આવ્યા હતા.

એવોર્ડ સ્વીકારતા, મિરે એસેટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી રિતેશ પટેલે કહ્યું હતું કે, “આ એવોર્ડ મહામારીના મુશ્કેલ સમયમાં મીરે એસેટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ નિસ્વાર્થ યોગદાન અને સખત મહેનતનો પુરાવો છે. મહામારીનો વ્યાપ ટોચે હતો તે સમયે સુલભતાથી રસી મળવી એક પડકાર હતો, ત્યારે ફાઉન્ડેશને મુંબઈમાં 15,000થી વધુ નાગરિકોને રસી ઉપલબ્ધ કરાવી હતી અને પરીક્ષણ સંસ્થાઓની પરીક્ષણ ક્ષમતાઓને ઝડપી બનાવવા માટે હાઇ-ટેક સાધનોનું દાન પણ કર્યું હતું. અમે આઈએચડબલ્યુ કાઉન્સિલ અને તેના જ્યુરી સભ્યોના આભારી છીએ કે જેમણે અમારા પ્રયત્નોને માન્યતા આપી અને અમને સીએસઆર કોવિડ પ્રોટેક્શન પ્રોજેક્ટ શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડથી નવાજ્યા.”

મિરે એસેટ ફાઉન્ડેશને તાજેતરમાં તેનો શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે જેમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એનજીઓ/સંસ્થાઓ કે જેમને ભારતના 21થી વધુ શહેરોમાં ભૌતિક માળખાકીય ભંડોળ માટે ટેકાની જરૂર હોય, તેમની પસંદગી કરીને રૂ. 5 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. આ માટેની અરજીની અંતિમ તારીખ 31મી મે, 2022 છે. ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જરૂરિયાત અને યોગ્યતાના આધારે આપવામાં આવેલી 550 થી વધુ શિષ્યવૃત્તિઓ ઉપરાંતનો આ ટેકો છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોનામાં અનોખી સેવા…જાણો.

ProudOfGujarat

અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કહ્યું કે અભિષેક ગોલેચા એ મારા નેલ્સ બ્રાન્ડ માટે અદ્ભુત આર્ટવર્ક કરીને ભારે ચર્ચા જગાવી.

ProudOfGujarat

સુરતનાં ખડસદ ગામે કેનાલની પાઈપ સાફ કરવા ગયેલા આધેડનું ફસાઇ જતાં મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!