નેત્રંગ તાલુકા મથકે આવેલ ભક્તિધામ સ્વામીનારાયણ મંદિરના ભવનમાં નેત્રંગ અને વાલીયા પોલીસ તંત્ર દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ.લીનાબેન પાટીલે જણાવ્યું હતું કે નેત્રંગ-વાલીયા તાલુકામાં કોઇપણ સંજોગોમાં ગુનાહિત પ્રવૃતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. ભરૂચ પોલીસ તંત્ર આમ પ્રજાની સુરક્ષા-વ્યવસ્થા અને સુખાકારી માટે હરહંમેશ ખડેપગે તૈયાર છે.
જે દરમ્યાન એડવોકેટ એન્ડ નોટરી સ્નેહલ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી કે નેત્રંગ પોલિસ સ્ટેશન નાં પી.એસ.આઇ અને.જી. પાંચાણી ખુબ સરસ અને તાલુકામાં ચાર ચાર રાજકીય પક્ષો હોવા છતાં પ્રજાની સુખાકારી માટે તત્સ્ટ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. સાથે અન્ય ઉપસ્થિત આગેવાનોએ પણ પોતાની રજુઆત કરી હતી. જે પ્રસંગે વાલીયા પો.સ્ટેશનના પી.આઇ, નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને ચારેય રાજકીય પક્ષોના આગેવાનો, નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ. ટી.સેલ)નાં આગેવાનો તેમજ સરપંચો સહિત ગ્રામજનો જોડાયા હતા.
નેત્રંગ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બે તાલુકાનો લોક દરબાર યોજાયો.
Advertisement