ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધ ઘટ બદલી કેમ્પ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.એન ડી. પટેલના માર્ગદર્શન હેઠળ પારદર્શક રીતે ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં તારીખ 23/05/22 ના રોજ 5 તાલુકા તેમજ 24/05/22 ના રોજ 4 તાલુકા કુલ 9 તાલુકા અને જનરલ વધ ઘટ બદલી કેમ્પ સંપન્ન થયા.
વધ ઘટ બદલી કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા ઉપસ્થિત રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડેલ હતુ.જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન. ડી.પટેલ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને વહિવટી ટીમનો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આભાર માને છે.
Advertisement